સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/હું વિચરીશ

હું વિચરીશ જગ મોજાર કરુણા-ધાર સદા રેલવતું,
હું કરીશ ભોમ તરબોળ સલિલ-હિલ્લોળ હેતથી ઢળતું...
હું સુણું દૂરથી મહાસિંધુનું ગાન, કોઈ નવ રોકો!
[રવીન્દ્રનાથ ઠાકુરના બંગાળી પરથી]