સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડોંગરે મહારાજ/એક મિત્ર

          દરેક મનુષ્યને એક મિત્રા હોય છે તે હંમેશ એને ગુપ્ત મદદ કરતો જ રહે છે. મનુષ્યને એ કહેતો હોય છે કે, “ધરતી ખેડવાનું કામ તારું, વરસાદ વરસાવવાનું કામ મારું... બીજ વાવવાનું કામ તારું, અંકુર પ્રગટાવવાનું કામ મારું... તું ખેતર સાચવજે, હું અન્ન પકવીશ... તું ભોજન કરજે, હું અન્ન પચાવીશ.” એ મિત્ર તે જ ઈશ્વર. માનવજીવ એ ઈશ્વરનો છૂટો પડેલો અંશ છે.