સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/અજવાળી રાત

છોકરાં રે, સાંભળજો વાત,
આવી છે અજવાળી રાત.
રાતે તારા ટમકે છે,
વચમાં ચાંદો ચમકે છે!
ચાંદો ઊગ્યો ચોકમાં,
રાણી બેઠી ગોખમાં.
ગોખે તો સોનાનાં બોર,
માથે બેઠા બોલે મોર!
મોર કરે છે લીલા લ્હેર,
ટહુકા કરતો ચારે મેર.
મે’ર કરી ત્યાં મેવલે,
પાણી આવ્યાં નેવલે!
નેવે બોલે કા કા કાગ,
કાકા લાવ્યા મીઠો ભાગ.
કાજુ, બદામ ને રેવડી,
છોકરાંને બહુ મજા પડી!