સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/મારા ઘરનો વાઘ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે!
દહીં ખાય, દૂધ ખાય;
ઘી તો ચપચપ ચાટી જાય.
તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે.
એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે!