સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/મિત્ર પ્રતિ ઉક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

વા’લા, તારાં વેણ સ્વપનામાં પણ સાંભરે;
નેહ ભરેલાં નેણ ફરી ન દીઠાં, ફારબસ.…
દિલ ન થશો દિલગીર, વેલેરા મળશું વળી :
વદીને એવું વીર, ફરીને મળ્યો ન ફારબસ.
ઉચર્યો કદી ન એક જૂઠો દિલાસો જીભથી;
છેલ્લી વારે છેક ફોગટ બોલ્યો ફારબસ.
હેતે ઝાલ્યો હાથ, છેક કદી નહિ છોડતો;
મળ્યે સ્વરગનો સાથ, ફંટાયો તું, ફારબસ!…
તારા બોલ તણા જ ભણકારા વાગે ભલા;
ઉપજે ઘાટ ઘણા જ, ફરી ક્યાં દેખું, ફારબસ.
નેણે વરસે નીર સ્નેહી જ્યારે સાંભરે;
વે’લો આવી વીર, ફરીને મળજે, ફારબસ!
[‘દલપત ગ્રંથાવલિ’ પુસ્તક : ૨૦૦૧]