સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઓ મારી જન્મભૂમિ!

…બારડોલી!
ઓ મારી જન્મભૂમિ!
હું અકસર
રાતોનો સન્નાટો ઓઢીને
તારી નમણી ગલી ગલીમાં
ખોવાયેલી
સોનકણી-શી
મારા માસૂમ બચપન કેરી
ફૂલગુલાબી યૌવન કેરી
ગોતવા એક એક ક્ષણ આવું છું
તવ માટી માથે ચઢાવું છું
દીપ કણેકણ પેટાવું છું…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]