સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/તડકો

તડકો તારો
પ્યાર : જાણે તડકો
તો ફૂલહાર


તડકો પીધો
મીઠો લાલમલાલ :
હું ગુલમોર…


તડકો ચાલે :
જાણે મેળે મહાલે
છેલછબીલો.…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]