સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/તડકો તારો પ્યાર

તડકો ચાલે, તડકો દોડે, તડકો ખેલે ખેલ
કિરણ કિરણ છે મોર કળાયલ જાણે શીશમહેલ
તડકો રૂપ હજાર
તડકો તારો પ્યાર!
તડકો જાણે જાન ઊઘલતી, ફળિયે ફળિયે ઢોલ
ઝગમગ ઝગમગ સાફો સુંદર, તડકો તારો કોલ
તડકો તો દિલદાર
તડકો તારો પ્યાર!…