સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/મા

પ્રેમઅમી છલકાવે મા
ઘરમાં સ્વર્ગ ઉતારે મા
મા વૃક્ષોની મીઠી છાંય
સૌની ખાતર દાઝે મા
વન, વસતી, ડુંગર, રણવાટ
સંતાનો સંગ ચાલે મા
આફતનોયે તૂટે તોર
આફતને પડકારે મા
આખું ઘર ખાબે ગુલતાન
એક ફિકરમંદ જાગે મા
ગ્રંથો પણ જ્યાં ગોથાં ખાય
અણસારે સમજાવે મા
મા રાજી તો રાજી ઈશ
ઈશ તણી ઇચ્છાયે મા
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]