સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/હજી પણ

કહ્યું કોણે, વિપદના દિવસો વીતી ગયા, યારો!
હજી પણ પુષ્પ-શા ચહેરા ઉપર અંકિત છે ચિંતાઓ,
હજી પણ વેદનાઓની જલે ચોમેર જ્વાલાઓ.…
છવાઈ છે ઉદાસીની ઘટાઓ જિંદગી ઉપર
અને દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ.
ગુલાબોની જવાનીનું હજી લિલામ થાએ છે
અને મગરૂર થૈ મ્હાલે છે રંગો લૂટનારાઓ.
હજી પણ પુષ્પના પરદા મહીં અંગાર બાકી છે,
દયાના મ્યાનમાં ખૂટલ ખૂની તલ્વાર બાકી છે.…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]