સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવજી મોઢા/તે દેશ છે મારો

આભને ટેકો દૈને જેના પ્હાડ ખડા,
તે દેશ છે મારો...
ઓતરાદા અરિ-હુમલા ખાળે હિમ જેનાં,
તે દેશ છે મારો.
ત્રણ બાજુએ સિંધુ પખાળે પાય જેના,
તે દેશ છે મારો...
ચંદ્ર વડે જેના રમવા ચાહ્યું શિશુ રામે,
તે દેશ છે મારો.
ઊચક્યો પહાડ ગોવર્ધન અધ્ધર ઘનશ્યામે,
તે દેશ છે મારો...
[‘અમૃતા’ પુસ્તક]