સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દેવેન્દ્ર પટેલ/“હજી પડ્યો છે...”

Revision as of 04:53, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} રવિશંકર મહારાજને થોડી રકમ આપવાની હોંશથી એક ભાઈએ તેમના હા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          રવિશંકર મહારાજને થોડી રકમ આપવાની હોંશથી એક ભાઈએ તેમના હાથમાં એક કવર મૂક્યું. તેમાંની રકમ પાછી આપતાં મહારાજે હસતે વદને પોતાના ધોતિયાનો છેડો બતાવી કહ્યું: “અહીં કેટલાય દહાડાથી એક રૂપિયો બાંધેલો છે તે હજી વપરાયા વિના એમનો એમ જ પડ્યો છે, ત્યાં વધારે પૈસા મારે રાખવા ક્યાં?” [‘ગુજરાત સમાચાર’ દૈનિક: ૨૦૦૫]