સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધીરુભાઈ મ. દેસાઈ/અનેક ગુણોનો વિકાસ

From Ekatra Wiki
Revision as of 06:02, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સરળતા, નિરાભિમાનતા, નિખાલસતા, કરકસર (માત્ર પૈસાની નહિ સમય,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સરળતા, નિરાભિમાનતા, નિખાલસતા, કરકસર (માત્ર પૈસાની નહિ સમય, શબ્દ અને દરેક ચીજની), સ્વાવલંબન, અથાગ પરિશ્રમ, ચોકસાઈ, વ્યવસ્થા, સુઘડતા, સમયપાલન, હિંમત, ધીરજ, સહનશીલતા, અતૂટ મૈત્રીભાવના, પોતાની ક્ષતિઓનો એકરાર કરવાની તત્પરતા, બીજાની વાત ધ્યાનપૂર્વક સાંભળવાની તૈયારી, સત્યપ્રિયતા, પ્રામાણિકતા, અભ્યાસવૃત્તિ, સાહિત્ય-શોખ, ગરીબો-દલિતો પ્રત્યે ઊડી હમદર્દી, ત્વરિત નિર્ણયશકિત, સમજાવટની શકિત, લોકશાહી રીતરસમ, સંપૂર્ણ દ્વેષ-રહિતતા વગેરે અનેક ગુણોના વિકાસથી બાબુભાઈએ પોતાનું જીવન ઊચે ને ઊચે ચઢાવ્યું અને જેના જેના સંપર્કમાં આવ્યા તે સહુનો એકસરખો પ્રેમ સંપાદન કર્યો.