સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ ભટ્ટ/ક્યાંક…

સ્મરણોનું એવું
કે ક્યાંક હોય ફૂલ, ક્યાંક ધૂળ, ક્યાંક રેતી
કે ધોધમાર વરસ્યો વરસાદ
પગલાંની છાપ
ક્યાંક ઓગળતી આંખ, ક્યાંક ભીંજાતી લાગણી
કે દૂર દૂર રવરવતો સાદ.

ધ્રુવ ભટ્ટ


ક્યાંક ઊઘડતું આવે અંતર,
ક્યાંક ઓસરી જાય!
બે આંખોમાં કંઈ કંઈ આવે,
કંઈ કંઈ ચાલી જાય!…
ક્યાંક કશું પકડાતું આવે,
ક્યાંક છૂટતું જાય.

ચંદ્રકાન્ત શેઠ