સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નવલભાઈ શાહ/જેવું ઘડતર

Revision as of 11:11, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રૂપિયો ઊપજે. તેમાંથી ઘોડાની નાળ બનાવીને વેચો તો અઢી રૂપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રૂ. ઊપજે. અને નાળ કે સોયને બદલે ઘડિયાળની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦,૦૦૦ રૂ. ઊપજે. લોખંડ તો એનું એ અને એટલું જ છે. પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય. માણસ વિશે પણ એવું જ છે.