સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/ધરતીના સાદ

Revision as of 11:30, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> એવા આવે છે ધરતીના સાદ રે…હાલો ભેરુ! ગામડે. ભીની માટીની ગંધ આવે યા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

એવા આવે છે ધરતીના સાદ રે…હાલો ભેરુ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે…હાલો ભેરુ! ગામડે.
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ.
ઘેરાં ઘમ્મર વલોણાંના નાદ રે…હાલો ભેરુ! ગામડે.
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે.
મોર ગહેકે જ્યાં સરોવરની પાળે…હાલો ભેરુ! ગામડે.
ગાઓ રે બંધવા! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત.
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે…હાલો ભેરુ! ગામડે.
ખૂંદવાને સીમ, ભાઈ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવાં વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે…હાલો ભેરુ! ગામડે.