સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નીતિન વિ. મહેતા/રાહ કોણ જોશે?

ઓરડાના ખૂણાએ પ્હેરી ઉદાસી ને
ભીંત બધી ધ્રુસકે રડી.
ઉંબરે ઊભાં રહી રાહ કોણ જોશે,
હવે દેશે હોંકારો કોણ હૂંફથી;
મોભને ગજવશે હવે કોણ એની ગર્જનાએ,
શીતળતા દેશે કોણ ફૂંકથી?