સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નોર્મન કઝીન્સ/શબ્દોનો રણકાર

          એક મહાન લેખકના શબ્દો જેટલાં શક્તિશાળી શસ્ત્રો કોઈ પણ સરકાર પાસે નથી. યોગ્ય શબ્દો એ જગતે જોયેલું પરિવર્તન માટેનું સૌથી શક્તિશાળી સાધન છે. લોકોના ચિત્તમાં શબ્દોનો સાચો રણકાર સંભળાય છે ત્યારે, જેનો પ્રતિકાર ન કરી શકાય તેવી શક્તિઓ સંચાલિત થાય છે.

પ્રગતિ વિના સંસ્કૃતિ નહીં, વિચારો વિના પ્રગતિ નહીં, પુસ્તકો વિના વિચારો નહીં. પુસ્તક મારફત માણસ બીજાના કોઈ પણ અનુભવને પોતાનો કરી શકે છે, પોતાની પસંદગીના યુગમાં જીવી શકે છે, એક જ જિંદગીમાં અનેક અવતારો ભોગવી શકે છે.