સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/પિતા!...

Revision as of 12:45, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> પિતા! પેલો આઘે જગતવીંટતો સાગર રહે, અને વેગે પાણી સકળ નદનાં તે ગમ વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

પિતા! પેલો આઘે જગતવીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે અમ જીવનની સર્વ ઝરણી
દયાના, પુણ્યોના તુજ, પ્રભુ! મહાસાગર ભણી.