સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ગટર એટલે ગમે તે નાખી શકાય?

From Ekatra Wiki
Revision as of 10:43, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “અમારામહોલ્લામાંઆવીનેજુઓકેકેવાહાલછે!” કરસનકાકાબોલીઊ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          “અમારામહોલ્લામાંઆવીનેજુઓકેકેવાહાલછે!” કરસનકાકાબોલીઊઠ્યા. “હાહા, અબીકેઅબીચલોહમારેસાથ,” કરીમભાઈપણગરમથઈનેકહીરહ્યાહતા. ટોળાનાઆગેવાનોનામોંમાંથીઆટલાશબ્દોનીકળતાંવેંતબધાએએવાતઝીલીલીધીઅનેસૌબોલીઊઠ્યા, “અત્યારેનેઅત્યારેઅમારીસાથેચાલો.” સુધરાઈ-સભ્યનેઘેરઆવેલુંઆટોળુંબીજીકોઈવાતસાંભળવાતૈયારનથી. શીતકલીફછે, શીફરિયાદછે, એવીપૂછપરછનોજવાબકોઈઆપતુંનથી. ફક્તએકજસૂરસંભળાયછે : “પહેલાંઅમારીસાથેઆવો, પછીબીજીવાત.” સુધરાઈ-સભ્યએલોકોનીસાથેતેમનામહોલ્લામાંજાયછે. દૂરથીજમાથુંફાટીજાયએવીદુર્ગંધનોઅનુભવથાયછે. જઈનેજુએતોમહોલ્લાનેનાકેઆવેલગટરના‘મેન-હોલ’માંથીગંદાપાણીનોપ્રવાહરેલાઈરહેલોછે. ચારેતરફગંદકીપ્રસરીવળીછે. મેલાપાણીનીસાથેજાજરુનુંમેલુંપણઊભરાતુંદેખાયછે. ઘૃણાઉપજાવેએવુંદૃશ્યછે. આજુબાજુનાંમકાનોમાંથીનરનારીઓઆગંતુકોનેઘેરીવળેછે. ટોળુંમોટુંબનેછે. ગટરઊભરાવાથીઅસહ્યહાલાકીવેઠીરહેલાલોકોપોતાનીફરિયાદસંભળાવવાઆતુરછે. સૌપોતપોતાનોઊભરોઠાલવવામાંડેછે. એઘોંઘાટવચ્ચેસુધરાઈ-સભ્યગંદકીનુંનિરીક્ષણપૂરુંકરેછે. તેલોકોનીવાતસાંભળેછેઅનેતાત્કાલિકબંદોબસ્તકરવાનીખાતરીઆપેછે. મ્યુનિસિપાલિટીનામેન-હોલખાતાનેટેલિફોનથીખબરઅપાયછેઅનેસફાઈકામદારોકામેલાગીજાયછે. ગટરમાંજામેલોકચરોબહારકાઢવામાંઆવેછે — કેરીપકવવાનુંઘાસ, દાતણનીચીરીઓ, વાસણમાંજવાવપરાતાંનાળિયેરનાંછોતરાં, ફૂટેલાંકપરકાબી, સોડા-લેમનનીભાંગેલીબાટલીઓ, પોતુંકરવાનાકંતાનનાગાભા, તૂટેલાંચંપલ-બૂટ, ફાટેલાંકપડાંનાડૂચા, નળિયાં, રોડાં, ઈંટાળા, બાટલીઓનાકાચનાટુકડા, કેરીનાગોટલા, સિગારેટનાંડબલાં, લાકડાનોછોલ, જમણવારનાંપતરાળાં, સાઇકલનાંજૂનાંટાયરવગેરેનીકળેછે. મહોલ્લાનામોવડીઓઆસામગ્રીજુએછે. જેજુવાનિયાઓઅત્યારસુધીસુધરાઈનેભાંડીરહ્યાહતાતેઓગટરમાંથીબહારઆવતીવસ્તુઓજોઈચૂપચાપચાલતીપકડેછે. તરેહતરેહનાઆકચરાનોઢગલોખડકાતોજાયછેતેમતેમબીજારહેવાસીઓપણત્યાંથીસરકવામાંડેછે. એટલામાંપેલાસુધરાઈ-સભ્યપાછાઆવીપહોંચેછે. “બોલોકરસનકાકા, હવેઆમાંમ્યુનિસિપાલિટીનોવાંકખરો? આકચરાનેકારણેગટરભરાઈગઈઅનેઊભરાઈ, પણઆબધીવસ્તુગટરમાંનાખનારકોણ?”

આપણાંઅનેકશહેરોમાંઅવારનવારભજવાતાએકદૃશ્યનુંઆચિત્રછે. આચિત્રપણઅધૂરુંછે. એમાંસફાઈ-કામદારોનેઆવોકચરોકાઢવામાટેવેઠવીપડતીહાલાકી, સુધરાઈનેથતોખર્ચ, વાહનવહેવારનોઅવરોધ, અનેમેલાપાણીથીભરાઈગયેલામેન-હોલમાંડૂબકીમારનારનેમાથેરહેલાજોખમવગેરેનુંવર્ણનતોઆવતુંનથી. ગટરોઅવારનવારઊભરાયછે. પરંતુગટરોકેમઊભરાયછે? પહેલીવાતએછેકેગટરઅંગેપણપૂરતીકાળજીરાખવીજોઈએ, એવીસમજણબહુઓછાલોકોનેહશે. ઘરથીજશરૂઆતકરીએતોજોવામળશેકેઘણીગૃહિણીઓચોકડીકેમોરીમાંવાસણમાંજતીવખતેએંઠવાડ, રાખ, માટીતેમજકાથીકેનાળિયેરનાંછોતરાંગટરમાંજાયનહિએનીતકેદારીરાખતીનથી. આવોકચરોગટરમાંનજાયતેમાટેસામાન્યરીતેઆડીલોખંડનીજાળીરાખેલીહોયછે, પણએજાળીકાઢીલઈનેકેઊંચીકરીનેકચરોખાળમાંવહેવડાવીદેવામાંઆવેછે. પરંતુઆમઘણાંઘરોનીમોરીમાંથીમુખ્યગટરમાંઆવેલોકચરોકોઈકજગ્યાએજામીપડેછેઅનેમેલાપાણીનોવહેતોપ્રવાહરોકાઈનેગટરઊભરાયછે. ઘરનીબહાર‘ગલીટ્રેપ’ હોયછેતેનીજાળીઓ, મેનહોલનાંઢાંકણાંવગેરેચોરીનેભંગારવાળાનેત્યાંવેચીનાખનારોએકવર્ગશહેરોમાંહોયછે. આવીરીતેખુલ્લાથયેલામેનહોલકેગલીટ્રેપમાંઆપણેઉપરજોયોતેવોકેટલોયકચરોવરસાદનાપાણીનારેલાસાથેતણાઈઆવેછે. કેટલાકલોકોતોએબધોઉકરડોપોતાનાઘરપાસેનખડકાયતેમાટેનજીકનામેનહોલનુંઢાંકણુંખોલીનેએનેતેમાંપધરાવીદેતાહોયછે. ગટરમાંતોજેકાંઈનાખ્યુંહોયતેબધુંતણાઈજતુંહશે, એવીગેરસમજનુંઆપરિણામહશે. ગટરફક્તમેલાપાણીનેવહીજવામાટેહોયછે — કચરોવગેરેનાખવામાટેનહિ, એટલુંજોઆપણેસમજીએતોઆવીમુશ્કેલીઓઊભીથતીઅટકે. દુર્ગંધમારતાગંદાપાણીનામેન-હોલનીઅંદરસફાઈ-કામદારોનેઊતરવુંપડેછે. ગૂંગળાઈજવાનુંજોખમખેડીનેમેન-હોલમાંડૂબકીમારનારાકામદારોનીકલ્પનાકરીએતોગટરમાંગમેતેકચરોનાખવોએકેટલુંભયંકરકૃત્યછે, એસમજીશકાશે. ગટરઊભરાવાથીસુધરાઈનેકેટલોનકામોખર્ચકરવોપડેછેએપણવિચારવુંજોઈએ. ગટરમાંજામીપડેલોકચરોલોખંડનાસળિયાથીકેપાણીનાપ્રવાહથીપણક્યારેકખસેનહિત્યારેરસ્તોખોદીને, કચરોજ્યાંભરાઈરહ્યોહોયત્યાંથીપાઇપતોડવોપણપડેછે. આમ, ગટરસાફકરવાનુંકામઘણુંખર્ચાળહોયછેએટલુંજનહિ, પણકામચાલેત્યાંસુધીરાહદારીઓઅનેવાહનવહેવારનેનડતરથાયછે. ગટરમાંપણગમેતેતોનજનખાય — એટલીસમજણનાગરિકોમાંફેલાયતોજગટરોઊભરાતીબંધથઈશકે.