સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દરેક રૂપિયામાંથી ૬૭ પૈસા


ભારતની એક અબજની વસ્તી બે કરોડથી વધુ સરકારી નોકરોને નિભાવે છે, તેમાંથી ૪૦ લાખ જેટલા મધ્યસ્થ સરકારના નોકરિયાતો છે. સરકારની આવકના દરેક રૂપિયામાંથી ૬૭ પૈસા આ બે કરોડના પગાર ચૂકવવામાં ખરચાય છે. એ બે કરોડમાંથી ૭૧ ટકા કારકૂનો છે, ૧૯ ટકા પટાવાળા છે, અને ૧૦ ટકા મોટા અમલદારો છે. ભૂતકાળના સરકારી નોકરોનાં પેન્શનો પાછળ વરસે ૧૫ હજાર કરોડથી વધુ રકમ ખરચાય છે. કુલ સરકારી નોકરિયાતોના ત્રીજા ભાગ જેટલાને કમી કરી શકાય તેટલું ઓછું કામ સરકારી કચેરીઓમાં હોય છે. આ દળકટકનો ભાર લોકોની કાંધ પરથી ઓછો કરવાની માત્રા વાતો જ થાય છે. હકીકતમાં, ભારત સરકારના નાણાં ખાતામાં જ વરસે ૧૩,૦૦૦થી વધુ નવી નિમણૂકો થઈ અને તેના કર્મચારીઓની સંખ્યા વધીને બે લાખ ઉપર પહોંચી. નોકરિયાતોની સંખ્યા ને એમનાં પગારભથ્થાંની રકમ વધે છે તેમ પ્રજા ઉપર કરવેરાનો બોજો પણ વધતો જાય છે. ભારતના સરેરાશ પુરુષ-સ્ત્રી— બાળક દીઠ ૧૯૮૦માં ૨૯૨ રૂ. કરવેરારૂપે વસૂલ થયેલા; ૨૦૦૦ના વરસમાં ૩,૨૧૭ રૂ.