સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/દેવદૂત અને સાંઈ: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} નાનાએવાસંતહતા. લાંબીઅનેસુખીઆવરદાભોગવીચૂક્યાહતા. આશ્રમ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
નાનાએવાસંતહતા. લાંબીઅનેસુખીઆવરદાભોગવીચૂક્યાહતા. આશ્રમનારસોડામાંબેઠાબેઠાએકદિવસઠામવાસણમાંજતાહતા, ત્યાંઆસમાનમાંથીદેવદૂતઆવ્યો. “ભગવાનેમનેમોકલ્યોછે,” દૂતબોલ્યો. “સ્વર્ગમાંતમારુંસ્થાનગ્રહણકરવાનોસમોહવેઆવીગયોછે.”
 
“મારાપરભુએમનેસંભાર્યોતીનાસાટુએનોપારાવારપાડમાનું,” સંતબોલ્યા. “પણઆંયકણેતોતમેજુઓછોને, બાપલા,—ઠામવાસણનોઆમોટોખડકલોહજીઊટકવાનોપડ્યોછે. મનેનગુણોમાનતાનહીં, મારાવાલીડા—પણઆટલોએઠવાડકાઢીલઉંપછીતમસંગાથેસ્વર્ગમાંઆવું, તોહાલશે?”
નાના એવા સંત હતા. લાંબી અને સુખી આવરદા ભોગવી ચૂક્યા હતા. આશ્રમના રસોડામાં બેઠા બેઠા એક દિવસ ઠામવાસણ માંજતા હતા, ત્યાં આસમાનમાંથી દેવદૂત આવ્યો. “ભગવાને મને મોકલ્યો છે,” દૂત બોલ્યો. “સ્વર્ગમાં તમારું સ્થાન ગ્રહણ કરવાનો સમો હવે આવી ગયો છે.”
ફિરસ્તાઓનેવરેલીશાણીનેસ્નેહભરીનજરેદેવદૂતેસંતનેઘડીભરનિહાળ્યા. પછી“ઠીકત્યારે,” કહીનેએઅંતરધ્યાનથઈગયો.
“મારા પરભુએ મને સંભાર્યો તીના સાટુ એનો પારાવાર પાડ માનું,” સંત બોલ્યા. “પણ આંય કણે તો તમે જુઓ છો ને, બાપલા,—ઠામવાસણનો આ મોટો ખડકલો હજી ઊટકવાનો પડ્યો છે. મને નગુણો માનતા નહીં, મારા વાલીડા—પણ આટલો એઠવાડ કાઢી લઉં પછી તમ સંગાથે સ્વર્ગમાં આવું, તો હાલશે?”
સંતતોએઠવાડકાઢવાનાંનેબીજાંકેટલાંયકામએકપછીએકઆટોપતાચાલ્યા. એમાંએકદિવસબગીચામાંએનીંદામણકરતાહતાત્યાં, વળીપાછોદેવદૂતઆવીનેઊભોરહ્યો. હાથમાંખરપડીવડેસંતેએનેબાગનીબધીક્યારીઓચીંધાડી: “જોયુંને, આકેટલુંનીંદામણહજીબાકીછે! સ્વર્ગમાંઆવવાનુંહજીલગરીકપાછુંઠેલાય, તોવાંધોનહિઆવેને, વીરા?” ફિરસ્તાએસ્મિતવેર્યું, અનેવળીએઅદૃશ્યથયો.
ફિરસ્તાઓને વરેલી શાણી ને સ્નેહભરી નજરે દેવદૂતે સંતને ઘડીભર નિહાળ્યા. પછી “ઠીક ત્યારે,” કહીને એ અંતરધ્યાન થઈ ગયો.
સંતનુંનીંદામણઅંતેપૂરુંથયુ,ંએટલેપછીએપીંછડોલઈનેગમાણનેધોળવાબેઠા... એમએકએકકામપૂરુંથાય, ત્યાંબીજાંબેપરએમનીનજરપડતીરહે. દિવસોક્યાંવયાજાયછેએનીખબરપણનપડે... એમાંએકદિવસેએદવાખાનેરોગીઓનીમાવજતકરતાહતા. તાવલેલાએકદરદીનેશીતલજળપાઈનેએઊભાથાયછે, ત્યાંતોપરમેશ્વરનોખેપિયોસામેઊભેલોજોયો.
સંત તો એઠવાડ કાઢવાનાં ને બીજાં કેટલાંય કામ એક પછી એક આટોપતા ચાલ્યા. એમાં એક દિવસ બગીચામાં એ નીંદામણ કરતા હતા ત્યાં, વળી પાછો દેવદૂત આવીને ઊભો રહ્યો. હાથમાં ખરપડી વડે સંતે એને બાગની બધી ક્યારીઓ ચીંધાડી: “જોયું ને, આ કેટલું નીંદામણ હજી બાકી છે! સ્વર્ગમાં આવવાનું હજી લગરીક પાછું ઠેલાય, તો વાંધો નહિ આવે ને, વીરા?” ફિરસ્તાએ સ્મિત વેર્યું, અને વળી એ અદૃશ્ય થયો.
આવેળાતોકશુંબોલવાનેબદલેથાકેલાસંતેમાત્રપોતાનામસ્તકેહાથમૂક્યો. કરુણાભરેલીએમનીઆંખોએચોમેરપડેલાંરોગગ્રસ્તનરનારીઓનીઉપરફિરસ્તાનાંચક્ષુઓનેફેરવ્યાં... એકહરફપણઉચ્ચાર્યાવગરદેવદૂતગાયબથઈગયો.
સંતનું નીંદામણ અંતે પૂરું થયુ,ં એટલે પછી એ પીંછડો લઈને ગમાણને ધોળવા બેઠા... એમ એક એક કામ પૂરું થાય, ત્યાં બીજાં બે પર એમની નજર પડતી રહે. દિવસો ક્યાં વયા જાય છે એની ખબર પણ ન પડે... એમાં એક દિવસે એ દવાખાને રોગીઓની માવજત કરતા હતા. તાવલેલા એક દરદીને શીતલ જળ પાઈને એ ઊભા થાય છે, ત્યાં તો પરમેશ્વરનો ખેપિયો સામે ઊભેલો જોયો.
દિવસઆથમ્યાપછીસંતપોતાનીકુટિરમાંપાછાફર્યા, એકસાદડીપરઆડાપડ્યાત્યારેએનેપેલાફિરસ્તાનાઅનેવારંવારપોતેએનેકરેલાવાયદાઓનાવિચારઆવવાલાગ્યા. એકાએક, કેટલાંયવરસોનોબુઢાપોનેથાકએનેઆજવરતાવાલાગ્યા, અનેએગણગણ્યા: “હેમારારામ! તારાખેપિયાનેહવેતારેપાછોમોકલવોહોય, તોમનેલાગેછેકેએનીસાથેચાલીનીકળવાનેહવેહુંતૈયારથઈગયોછું...”
આ વેળા તો કશું બોલવાને બદલે થાકેલા સંતે માત્ર પોતાના મસ્તકે હાથ મૂક્યો. કરુણાભરેલી એમની આંખોએ ચોમેર પડેલાં રોગગ્રસ્ત નરનારીઓની ઉપર ફિરસ્તાનાં ચક્ષુઓને ફેરવ્યાં... એક હરફ પણ ઉચ્ચાર્યા વગર દેવદૂત ગાયબ થઈ ગયો.
એમનાંવેણપૂરાંથયાં—ન—થયાંત્યાંતોઅંતરીક્ષમાંથીઊતરીનેદેવદૂતએમનીસન્મુખઊભેલોદેખાયો. “ભાઈ, હજીયેજોતારેમનેલઈજવાનોમોખહોય,” સંતહળવેસાદેબોલ્યા, “તોસ્વર્ગમાંમારાઠામેબેસવાનીહવેમારીતૈયારીછે.”
દિવસ આથમ્યા પછી સંત પોતાની કુટિરમાં પાછા ફર્યા, એક સાદડી પર આડા પડ્યા ત્યારે એને પેલા ફિરસ્તાના અને વારંવાર પોતે એને કરેલા વાયદાઓના વિચાર આવવા લાગ્યા. એકાએક, કેટલાંય વરસોનો બુઢાપો ને થાક એને આજ વરતાવા લાગ્યા, અને એ ગણગણ્યા: “હે મારા રામ! તારા ખેપિયાને હવે તારે પાછો મોકલવો હોય, તો મને લાગે છે કે એની સાથે ચાલી નીકળવાને હવે હું તૈયાર થઈ ગયો છું...”
ફિરસ્તાઓનીએજશાણીનેસ્નેહભરીદૃષ્ટિકરીનેદેવદૂતેએનાનાસંતનેવળીપાછાનિહાળ્યા, નેએબોલ્યો, “ત્યારેઅત્યારલગીતમેબીજેક્યાંહતા, સાંઈ?”
એમનાં વેણ પૂરાં થયાં—ન—થયાં ત્યાં તો અંતરીક્ષમાંથી ઊતરીને દેવદૂત એમની સન્મુખ ઊભેલો દેખાયો. “ભાઈ, હજીયે જો તારે મને લઈ જવાનો મોખ હોય,” સંત હળવે સાદે બોલ્યા, “તો સ્વર્ગમાં મારા ઠામે બેસવાની હવે મારી તૈયારી છે.”
{{Right|[‘રીડર્સડાઇજેસ્ટ’ માસિક]}}
ફિરસ્તાઓની એ જ શાણી ને સ્નેહભરી દૃષ્ટિ કરીને દેવદૂતે એ નાના સંતને વળી પાછા નિહાળ્યા, ને એ બોલ્યો, “ત્યારે અત્યાર લગી તમે બીજે ક્યાં હતા, સાંઈ?”
{{Right|[‘રીડર્સ ડાઇજેસ્ટ’ માસિક]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits