સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/‘પ્રબુદ્ધ જીવન’ ૬૬મા વર્ષે: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} મુંબઈજૈનયુવકસંઘનીસ્થાપના૧૯૨૯માંથઈ. ‘મુંબઈજૈનયુવકસંઘ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
મુંબઈજૈનયુવકસંઘનીસ્થાપના૧૯૨૯માંથઈ. ‘મુંબઈજૈનયુવકસંઘપત્રિકા’ નામનાતેનામુખપત્રનાતંત્રીપદેજમનાદાસઅ. ગાંધીબેવરસરહ્યા, પછીમુખપત્રનુંનામ‘પ્રબુદ્ધજૈન’ રાખવામાંઆવ્યુંઅનેરતિલાલચી. કોઠારીતંત્રીબન્યા. પણતેજવરસેબ્રિટિશસરકારનીદરમિયાનગીરીનેકારણેપત્રબંધકરવુંપડ્યું. ત્યારપછી‘તરુણભારત’ નામથીનવુંમુખપત્રશરૂથયું. પણસંજોગોબદલાતાં૧૯૩૯માં‘પ્રબુદ્ધજૈન’ ફરીશરૂથયું. તેનાતંત્રીમણિલાલમો. શાહઅનેસંપાદકપરમાનંદકું. કાપડિયાહતા. ૧૯૫૧માંમણિભાઈનાઅવસાનપછીપરમાનંદભાઈતંત્રીબન્યાઅનેકાકાકાલેલકરનાસૂચનથીપત્રનુંનામબદલીને‘પ્રબુદ્ધજીવન’ રાખવામાંઆવ્યું. ૧૯૭૧માંપરમાનંદભાઈનુંઅવસાનથયુંએટલેચીમનલાલચ. શાહેતંત્રીપદસંભાળ્યું. દરેકઅંકેતંત્રીલેખલખવાનીપ્રથાતેમણેપાડી. ૧૯૮૨માંતેમનુંઅવસાનથતાંતંત્રીતરીકેનીજવાબદારીરમણલાલચી. શાહનેસોંપાઈ. બાવીસવરસસુધીતેસ્થાનેરહીને, ‘પ્રબુદ્ધજીવને’ ૨૦૦૫નાજાન્યુઆરીઅંકથી૬૬માવરસમાંપ્રવેશકરતાં, ૭૮ઉંમરેપહોંચેલારમણભાઈનીમદદમાંસહતંત્રીતરીકેધનવંતશાહનીનિમણૂકથઈછે.
આઝાદીનીચળવળમાંભાગલેનારજૈનયુવકસંઘનાકાર્યકરોએઆવિચારપત્રનાપાયામાંસ્વતંત્રતા, સ્વાર્પણઅનેતટસ્થતાનીભાવનાસીંચેલીહતી. જાહેરખબરોનોટેકોલીધાવિનાએકધારુંપાંસઠવરસસુધીતેનુંપ્રકાશનથતુંરહ્યુંછેઅનેતેનાબધાતંત્રીઓએમાનાર્હસેવાઆપેલીછે. ૬૬માવરસનાપહેલાઅંકમાંરમણલાલશાહજણાવેછેકે, “તંત્રીલેખલખવાઉપરાંતબીજાલેખકોનાલેખોપસંદકરવા, તપાસવા, સુધારવા (અક્ષરોસહિત), પ્રેસનેઆપવા, બેવારપ્રૂફતપાસવાં—આબધુંકાર્યએકલેહાથેઆજદિવસસુધીકરતોરહ્યોછું.”
બાવીસવરસદરમિયાનરમણભાઈએ૩૦૦થીવધુતંત્રીલેખોલખ્યાછેઅનેતેમાંનાઘણાખરાગ્રંથસ્થથયાછે. તેઓકહેછેકે‘પ્રબુદ્ધજીવન’નુંતંત્રીપદલેવાનુંનઆવ્યુંહોતતોપોતાનુંઆટલુંબધુંલેખનકાર્યથયુંનહોત.


મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૧૯૨૯માં થઈ. ‘મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા’ નામના તેના મુખપત્રના તંત્રીપદે જમનાદાસ અ. ગાંધી બે વરસ રહ્યા, પછી મુખપત્રનું નામ ‘પ્રબુદ્ધ જૈન’ રાખવામાં આવ્યું અને રતિલાલ ચી. કોઠારી તંત્રી બન્યા. પણ તે જ વરસે બ્રિટિશ સરકારની દરમિયાનગીરીને કારણે પત્ર બંધ કરવું પડ્યું. ત્યાર પછી ‘તરુણ ભારત’ નામથી નવું મુખપત્ર શરૂ થયું. પણ સંજોગો બદલાતાં ૧૯૩૯માં ‘પ્રબુદ્ધ જૈન’ ફરી શરૂ થયું. તેના તંત્રી મણિલાલ મો. શાહ અને સંપાદક પરમાનંદ કું. કાપડિયા હતા. ૧૯૫૧માં મણિભાઈના અવસાન પછી પરમાનંદભાઈ તંત્રી બન્યા અને કાકા કાલેલકરના સૂચનથી પત્રનું નામ બદલીને ‘પ્રબુદ્ધ જીવન’ રાખવામાં આવ્યું. ૧૯૭૧માં પરમાનંદભાઈનું અવસાન થયું એટલે ચીમનલાલ ચ. શાહે તંત્રીપદ સંભાળ્યું. દરેક અંકે તંત્રીલેખ લખવાની પ્રથા તેમણે પાડી. ૧૯૮૨માં તેમનું અવસાન થતાં તંત્રી તરીકેની જવાબદારી રમણલાલ ચી. શાહને સોંપાઈ. બાવીસ વરસ સુધી તે સ્થાને રહીને, ‘પ્રબુદ્ધ જીવને’ ૨૦૦૫ના જાન્યુઆરી અંકથી ૬૬મા વરસમાં પ્રવેશ કરતાં, ૭૮ ઉંમરે પહોંચેલા રમણભાઈની મદદમાં સહતંત્રી તરીકે ધનવંત શાહની નિમણૂક થઈ છે.
આઝાદીની ચળવળમાં ભાગ લેનાર જૈન યુવક સંઘના કાર્યકરોએ આ વિચારપત્રના પાયામાં સ્વતંત્રતા, સ્વાર્પણ અને તટસ્થતાની ભાવના સીંચેલી હતી. જાહેરખબરોનો ટેકો લીધા વિના એકધારું પાંસઠ વરસ સુધી તેનું પ્રકાશન થતું રહ્યું છે અને તેના બધા તંત્રીઓએ માનાર્હ સેવા આપેલી છે. ૬૬મા વરસના પહેલા અંકમાં રમણલાલ શાહ જણાવે છે કે, “તંત્રીલેખ લખવા ઉપરાંત બીજા લેખકોના લેખો પસંદ કરવા, તપાસવા, સુધારવા (અક્ષરો સહિત), પ્રેસને આપવા, બે વાર પ્રૂફ તપાસવાં—આ બધું કાર્ય એકલે હાથે આજ દિવસ સુધી કરતો રહ્યો છું.”
બાવીસ વરસ દરમિયાન રમણભાઈએ ૩૦૦થી વધુ તંત્રીલેખો લખ્યા છે અને તેમાંના ઘણાખરા ગ્રંથસ્થ થયા છે. તેઓ કહે છે કે ‘પ્રબુદ્ધ જીવન’નું તંત્રીપદ લેવાનું ન આવ્યું હોત તો પોતાનું આટલું બધું લેખનકાર્ય થયું ન હોત.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits