સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/અદના આદમીનું ગીત

Revision as of 12:44, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અદના તે આદમી છઈએ, હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ. ઝાઝું તે મૂંગા રહીએ,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અદના તે આદમી છઈએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
ઝાઝું તે મૂંગા રહીએ,
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.
વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા,
ખાણના ખોદનારા છઈએ;
હોડીના હાંકનારા, મારગના બાંધનારા,
ગીતોના ગાનારા થઈએ,
હે જી અમે રંગોની રચનાય દઈએ!
છઈએ રચનારા અમે છઈએ ઘડનારા,
તે સંહારની વાતું નહીં સહીએ!
જીવતરનો સાથી છે સર્જન અમારો :
નહીં મોતના હાથા થઈએ,
હે જી એની વાતુંને કાન નહીં દઈએ!
હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ