સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/આપણે ભરોસે

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ....
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ.
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ!
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.