સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/પરબ

હું તો બેઠી પરબ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
લીલા લીમડાએ છાંયડી ઢળી,
કે પાણીડાં કોણ પીશે?
મેં તો મારગડે મીટ એક માંડી,
કે પાણીડાં કોણ પીશે?
કોઈ આવે જો દૂરના પ્રવાસી,
કે પાણીડાં કોણ પીશે?
આજે હૈયે છે કામના જાગી,
કે પાણીડાં કોણ પીશે?
કોઈ આવીને નીર લે માગી,
કે પાણીડાં કોણ પીશે?