સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/પેટ કેરી આણને તે કેમ ઉથાપાય?

ક્યાંથી હોય એને ભાન
ઉપર રહ્યું છે એક નીલ આસમાન,
ઝાડ કેરી ડાળ પરે પણે એક ફૂલ,
કોકિલાના સૂર રચે એક એક ગુલ.
સૂરજનું સોનું લઈ
ચાંદ કેરું રૂપું
સજી શણગાર બેસે
જાણે નવવધૂ!
ધરતી આ કેવી સોહે!
જોઈ જોઈ આંખ મોહે.
પણ પેલું ભૂંડ
નીચું કરી મુંડ
એક માત્રા ખાય,
ધરતીનું રૂપ એને
નહીં રે દેખાય!
બસ, મારું ભાણું —
કશુંયે ન બીજું જોઉં,
સૂણું નહીં જાણું;
પેટરાજા પળે પળે
માગે નજરાણું :
ખોજી રહે દાસ ભૂંડ
નીચું નીચું રાખી મુંડ
માત્રા એક ખાણું.
[‘બુદ્ધિપ્રકાશ’ માસિક : ૧૯૬૨]