સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બી. ટી. ત્રિવેદી/જીભ પર રમે

          ૧૯૭૭-૮૨ના ગાળામાં હું પાલનપુરમાં સિવિલ સર્જન હતો ત્યારે બનાસકાંઠાની સંભવિત દુષ્કાળની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્ય મંત્રી બાબુભાઈએ જિલ્લાના અધિકારીઓની એક મિટિંગ ત્યાં બોલાવેલી હતી. જિલ્લાના કયાં ગામમાં કેટલા સરકારી કે ખાનગી ‘બોર’ આવેલા છે તે બધા જ આંકડા બાબુબાઈની જીભ પર રમે. કયાં ગામમાં જળ કેટલાં ઊડાં ગયાં છે તેની પણ એમને ખબર. આખા ગુજરાત વિશેની એમની આવી જાતમાહિતી. કોઈ અમલદાર એમને છેતરી ન શકે. અધિકારીને પણ ખબર ન હોય એવા સાચા આંકડા તેઓ આપે ત્યારે દંગ રહી જવાય.