સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/નિરધાર

Revision as of 04:10, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> સાચને પડખે રહીને ઝૂઝતાં આપણે પળવાર પણ ખસવું નથી… જાલિમો ને ધૂર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સાચને પડખે રહીને ઝૂઝતાં
આપણે પળવાર પણ ખસવું નથી…
જાલિમો ને ધૂર્તના પાયે પડી
કોઈ દી કોઈ મિષે નમવું નથી…
પ્રાણ મારા, એકલા આગે બઢો;
આજ બોલો, ‘ના, હવે ડરવું નથી.’…
સાચને પડખે પરાજય હો ભલે,
તે છતાં પાછું હવે ફરવું નથી.