સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મકરન્દ દવે/બડા જાદુગર આયા

Revision as of 04:15, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હમ બડા જાદુગર આયા હમ ખેલ ઇલમકા લાયા. અચ્છા મૈયા, આજ દિખાવો, ક્યાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

હમ બડા જાદુગર આયા
હમ ખેલ ઇલમકા લાયા.
અચ્છા મૈયા, આજ દિખાવો,
ક્યાં પેંડાકા ડબરા?
પલભરમેં છૂમંતર કર દેં,
હમ જાદુગર જબરા!
લ્યો હસવામાં શું પાયા?
હમ બડા જાદુગર આયા.
ચૉકલેટ, પીપરસે મૈયા,
ભરો હમારી મુઠ્ઠી;
ફૂંક મારકે ખાલી દેખો,
જાદુઈ લકડી જુઠ્ઠી?
લ્યો હમને તો નહીં ખાયા!
હમ બડા જાદુગર આયા.
ખોટા ખોટા હમકો ખીજવી,
હસો હસો મત બબલી,
હવે બોલી તો ચપટીમેં હમ,
કર દેવેંગે ચકલી!
હાં, ઐસા બોત બનાયા!
હમ બડા જાદુગર આયા.
આંખ મીંચકે ઊભી બજારે,
સાઇકલ સોત ચલાવે,
દો આના તો દે દો મૈયા,
હમ ભાડે લઈ આવે.
લ્યો ના પાડી નવડાયા!
હમ બડા જાદુગર આયા.
અડધો તારો ભાગ બરાબર,
સમજી બબલી બેના!
તને સાથ સવારીમાં પણ
સાઇકલ ઉપર લેના.
બસ અબ તો જાદુ ભાયા?
હમ બડા જાદુગર આયા.
તેરા કહ્યા કરેંગે મૈયા,
દે પીપર ને પૈસા,
બબલી બીચમેં ક્યોં કરતી હૈ,
મુખડા બંદર જૈસા?
બા તેરા દીકરા ડાયા,
હમ બડા જાદુગર આયા.