સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુકર લ. પટેલ/પરિપત્રિત ઠરાવ

          બાબુભાઈ નડિયાદની સંસ્કાર-સભાના પ્રમુખ હતા. સંસ્કારસભામાં એક અગત્યનો ઠરાવ તાકીદે કરવાનો હોઈ તે અંગે પરિપત્ર કાઢી કારોબારીના સૌ સભ્યોની સહી લેવાનું બાબુભાઈએ મને જણાવ્યું. કારોબારીના ૧૧ સભ્યોમાંથી ૧૦ સભ્યોએ સહી કરી. એક સભ્યે તેમાં પોતાનો વિરોધ દર્શાવ્યો. એટલે બાબુભાઈએ નિયત સમય આપી કારોબારીની મિટિંગ બોલાવવા કહ્યું. મેં તેમને પૂછ્યું: “૧૧માંથી ૧૦ સભ્યો સહમત છે, તો ઠરાવ બહુમતીથી કેમ પાસ ન કરી શકાય?” બાબુભાઈએ મને સમજાવ્યું કે વિરોધ કરનાર સભ્ય એમ કહી શકે કે જો તેને સભ્યોને રૂબરૂ મળવાની તક મળી હોત તો તે બીજાને પોતાના મતના કરી શક્યો હોત. કોઈપણ પરિપત્રિત ઠરાવ સર્વાનુમતે જ થઈ શકે. તેથી એ ઠરાવ માટે એક અઠવાડિયા પછી મિટિંગ બોલાવવામાં આવી.