સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનસુખલાલ ઝવેરી/શિખરું ઊંચાં

Revision as of 10:37, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> શિખરું ઊંચાં ને મારગ આકરા, નહિ કોઈ સાથ કે સંગાથ. નહિ ત્યાં કેડી કે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

શિખરું ઊંચાં ને મારગ આકરા,
નહિ કોઈ સાથ કે સંગાથ.
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ.
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.
ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ.
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.