સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/શિક્ષણનું ખરું કામ

Revision as of 10:51, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મરદાનગી આપવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ભણાવવું એટલે શું?
ભણાવવું એટલે જ્ઞાન આપવું
અને સાથે મરદાનગી આપવી.
આજે શિક્ષણનું મુખ્ય કામ
અન્યાય સામે લડવાનું શીખવવાનું છે.
આપણા શિક્ષણમાંથી, સાહિત્યમાંથી,
એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી
સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને
અન્યાય-નિવારણ માટે લડત આપે.
શિક્ષણનું ખરું કામ આ છે :
ભણેલો માણસ શૂરવીર હોય.
સેવા પણ એને માટે જ છે :
સેવામાંથી મરદાનગી પ્રગટ થવી જોઈએ,
સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઈએ.
શિક્ષણ, સાહિત્ય અને સેવાએ
જે કરવાનું છે તે આ છે.
શિક્ષણ ખાતર શિક્ષણ નહીં,
સાહિત્ય ખાતર સાહિત્ય નહીં,
સેવા ખાતર સેવા નહીં.
તે ત્રાણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ,
માણસ બેઠો થવો જોઈએ.
આવી તાકાત જો ન નીપજતી હોય,
તો શિક્ષણ-સાહિત્ય-સેવા બધું નકામું.