સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/— ત્યારે આવીશ

          નાનાભાઈ [ભાવનગરથી] આંબલા ગયા તે પહેલાં હું દક્ષિણામૂર્તિ [ભાવનગર] છોડીને એકલો ગામડામાં ગયેલો. “દક્ષિણામૂર્તિની કેળવણી ઉપલક છે અને તમે તમારી જિંદગી નિરર્થક વેડફો છો,” તેમ મેં નાનાભાઈને કહેલું. સાથોસાથ ખાતરી આપેલી કે તેઓ જ્યારે ગામડામાં જાય અને મને બોલાવે ત્યારે હું આવીશ. એટલે આંબલામાં મને સાદ કર્યો અને હું ગયો. [‘દર્શકના દેશમાં’ પુસ્તક]