સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મૃદુલા મહેતા/જ્યૉર્જ વૉશિંગ્ટન કાર્વર

Revision as of 05:56, 7 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} “એયટાબરા, ઊઠ! ચાલજલદીકર!” બહારતોહજીઅંધારાંપથરાયાંહતાં....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          “એયટાબરા, ઊઠ! ચાલજલદીકર!” બહારતોહજીઅંધારાંપથરાયાંહતાં. કડકડતીટાઢમાંવહેલીસવારેએકગોરોખેડુએકહબસીછોકરાનેઢંઢોળીરહ્યોહતો. “અલ્યાઊભોથાયછેકેદઉંએકથોબડામાં! ચાલઊઠ!” ટૂંટિયુંવળીનેપડેલોનાનકડોછોકરોચડપકરતોબેઠોથઈગયો. પાતળાદોરડીજેવાહાથ-પગ, દૂબળુંફિક્કુંમુખઅનેમાંડમાંડદેખાયતેવીનાની-શીકાયા! ફેબ્રુઆરીમાસનીઆકરીટાઢઅનેખેડૂતનાંએથીયેવધારેઆકરાંવેણસાંભળીનેબિચારોબાળધ્રૂજતોઊભોરહ્યો. આખાયેબેડોળઅંગમાંતેનીબેચમકતીતેજસ્વીઆંખોધ્યાનખેંચેતેવીહતી. જોકેતેબહુબોલીશકતોનહિ, પણતેનીચપલચકોરઆંખોબધેફરીવળતી. તેછ-સાતવર્ષનોથયોહતો. મરઘાં-બતકાંનુંધ્યાનરાખવું, ગાયદોહવી, બગીચામાંનીંદામણકરવુંએવુંતોછ-સાતવર્ષનોઢાંઢોકરીજશકેને! ગઈકાલેતેણેકલાકોસુધીબગીચામાંકામકર્યુંહતું. તેનીકમ્મરભાંગીપડતીહતી. આંખોમાંઊંઘઅનેથાકભર્યાંહતાં. પરાણેપરાણેતેનીચેઆવ્યો. રસોડામાંસુઝનનીહેતાળનજરભાળતાંજતેનીઆંખોવાત્સલ્યથીચમકીઊઠી. “ના, નાહજીતેઘણોનાનોછે. કાલનોતેખૂબથાકીગયોછે. આજેમારેતેનુંઘરેકામછે. તેખેતરેનહિઆવે.” સુઝનપોતાનાપતિનેકહીરહીહતી. “ત્યારેમનેકામમાંકોણમદદકરશે?” ખેડૂતગુસ્સામાંબરાડીઊઠયો, “આબધોમોલસડીજશેતેનુંશું?... મરજેપછીભૂખે!” “દેવાવાળોબેઠોછે. બિચારાછોકરાનેસુખેરહેવાદો. કાલસવારેકમાતો— ધમાતોથઈજશે.” સુઝનનાશબ્દેશબ્દેકરુણાટપકતીહતી. છોકરોએકીટશેતેનાતરફજોઈરહ્યોહતો. જાણેતેનીવાણીમાંથીઅમીનાઘૂંટડાપીરહ્યોહતો. “બહુથયું”, ખેડૂતભભૂકીઊઠયો, “કેવોરૂપાળોઘોડોહતો. બદલામાંઆઆવ્યુંને?” કહેતાંતેણેબાળકતરફએકવેધકદૃષ્ટિનાખીઅનેબારણુંધડાકકરતુંપછાડતોએબહારનીકળીગયો. સુઝનેબાળકપાસેઆવીતેનેછાતીસરસુંચાંપ્યું. બાળકનીઆંખમાંઆંસુઊભરાતાંહતાં. માથેહાથફેરવતાંતેબોલી, “એતોબોલેએટલુંજ! ભકભકિયોસ્વભાવપડયો. ચાલ, આપણેજલદીચૂલોપેટાવીએ. એકવારરોટલાપેટમાંપડશેએટલેબધુંઠીકથઈજશે.” દૂરદૂરક્ષિતિજપરનીટેકરીઓપરઉષાનીઆછીછાંટઊઘડીરહીહતી. ખેડુકાર્વરબહારનીકળીનેમોટાકોઠારતરફવળ્યો. તેનાથીનઃશ્વાસનંખાઈગયો. એકદિવસધાનથીભરેલોકોઠારઆજેકેવોખાલીખમપડયોહતો! એકદિવસમાઈલોસુધીપથરાયેલાંતેનાંહરિયાળાંખેતરોજોઈનેઆંખઠરતી. ફળથીલચીપડતીઘટાદારવાડીનેલીધેનજીકમાંનજીકરહેતાખેડૂતનુંઘરપણદેખાતુંનહીં. પણઆજેતોધરતીજાણેખાવાધાયછે. નેપેલોછોકરોપણશુંકામમાંઆવવાનોહતો? અમેરિકાનાપ્રજાજીવનમાંએકભારેમોટોઝંઝાવાતઊભોથયોહતો. ગુલામીનાબૂદીનોપવનફૂંકાયોહતો. કેટલાંકરાજ્યોકોઈપણભોગેસમાજનુંઆકલંકધોવામાગતાંહતાં. જ્યારેકેટલાંકરાજ્યોનેગુલામીનાબૂદીપરવડેતેમનહોતું. ગુલામીનાબૂદીકરવાઇચ્છતાઅનેગુલામીજાળવીરાખવાઇચ્છતાપ્રાંતોવચ્ચેભારેરસાકસીઅનેખેંચતાણઊભાંથયાં. રાજ્યોવચ્ચેનાઆવિગ્રહમાંસૌથીવધારેસાઠમારીમીસુરીરાજ્યનાભાગ્યમાંઆવીહતી. ત્યાંનીપ્રાંતીયસરકારેજાહેરકરેલું : “શહેરનેધજાપતાકાથીશણગારો. દરેકવ્યક્તિનેમાલૂમથાઓકેઆજેઈ. સ. ૧૮૬૫નાજાન્યુઆરીમાસના૧૧માદિવસેમીસુરીપ્રાંતમાંસદાનેમાટેગુલામીનાબૂદથાયછે. હવેપછીઈશ્વરસિવાયકોઈમાલિકનથી, કોઈગુલામનથી. આતશબાજીફોડો, રોશનીકરો. માનવજંજીરોતૂટીછે. અંધારપછેડોચિરાયોછે, પ્રકાશનાંકિરણોફેલાયાંછે. સ્વાતંત્ર્યનીચેતનાપ્રગટીછે. પ્રભુનાંશ્યામલસંતાનોમાટેનુંસુવર્ણપ્રભાતખીલ્યુંછે.” જાહેરાતરોમાંચકહતી. પ્રભુનાએશ્યામલસંતાનોસુધીપહોંચી — ન — પહોંચીતેપહેલાંતોરાજ્યોરાજ્યોવચ્ચેનાવિગ્રહેએવુંસ્વરૂપપકડયુંહતુંકેઆપ્રદેશમાંઆવેલાખંતીલાજર્મનખેડૂતોભારેમુશ્કેલીમાંમુકાઈગયા. તેમનેગુલામીપ્રથાગમતીજનહતી. તેમનેખેતીમાંમદદનીજરૂરપડતીએટલેગુલામોખરીદવાપડતા, પણજર્મનીમાંપડેલીટેવમુજબતેનીસાથેસાથીનાજેવોજવર્તાવરાખતા. કાર્વરનેપણખેતરપરકામનીખેંચપડવાલાગી. મજૂરોમળતાનહીંઅનેપરાણેપકડીલાવેલાગુલામોનાવ્યાપારનાસહભાગીથવાનુંતેનેગમતુંનહીં. પણશુંકરે? તેવખતેકાર્વરનીપત્નીસુઝનનોકરડીમેરીનેખરીદીલાવેલી. અત્યંતશરમાળઅનેનમ્રમેરીઘરકામમાંઉપયોગીથતી. તેનોપતિથોડામાઈલોપરએકમોટાજમીનદારનેત્યાંગુલામહતો. ઘણીવારમહિનાઓસુધીતેતેનીપત્નીનેમળવાઆવીશકતોનહિ. તેનામૃત્યુનાસમાચારપણઘણામોડામળ્યાહતા. કોઈકેકહ્યુંહતુંકેકંઈકલાકડુંમાથેપડતાંતેનુંમૃત્યુથયુંહતું. તેપછીમેરીજાણેમૂંગીથઈગઈહતી. તેનીવાણી, તેનુંહાસ્યસુકાઈગયાંહતાં. ક્વચિત્પોતાનાનાનાબાળકજ્યૉર્જનેઊંઘાડતાંતેનુંએકાદહાલરડુંસંભળાતું. મેરીઅનેતેનાંબાળકોરહેતાંતેભાંગીપડેલીઝૂંપડીતરફકાર્વરનીનજરપડી. તેનોગુસ્સોઓસરીગયો. તેનીપત્નીનીવાતતેનેસાચીલાગી. તેબિચારામાંદલાબાળકપાસેથીકામનીશીઆશારાખવી! પાંચવર્ષપરનોભૂતકાળતેનીનજરસામેતરવાલાગ્યો. કેવીભયંકરઠંડીહતીતેરાતે! ચાબખાવીંઝાતાહોયતેવાપવનનાસુસવાટાવચ્ચેપોતેદોડીનેઘરભેગોથયોહતો. ગામમાંસમાચારજાણવામળ્યાહતા : “ગુલામોનેસાચવજો — લૂંટારાઓસરહદવટાવીનેઆપ્રદેશમાંઆવીપહોંચ્યાછે.” પગદોડતાહતાતેકરતાંવધારેવેગથીતેનુંમનકામકરીરહ્યુંહતું. આજુબાજુદરેકઘરનાંબારણાંટપોટપબંધથઈરહ્યાંહતાં. ગુલામીનાબૂદીઅંગેનાઆંતરવિગ્રહનાતેદિવસોહતા. અમેરિકાઆખુંખળભળીઊઠયુંહતું. યુદ્ધનાછેલ્લાદિવસોહતાછતાંકેટલાકપ્રાંતોમાંહજીગુલામોનીબહુજસારીકિંમતઊપજતી. બીજીચોરીઓકરતાંગુલામોનીચોરીમાંઘણોનફોરહેતો. પોતેઘરેપહોંચ્યોએટલેતરતજઘોડાનેતબેલામાંમૂકીબરાબરતાળુંવાસ્યું. લૂંટારુઓનુંભલુંપૂછો! હાથઆવ્યુંતેગમેતેલેતાજાય! દૂરથીમેરીનાહાલરડાનોધીમોસૂરકાનેપડતોહતો. ઘરમાંપગમૂકતાંતેણેસુઝનનોચિંતાતુરચહેરોજોયો. સમાચારઅહીંપહોંચીગયાહતા. બંનેએસાંભળેલીવાતોએકબીજાનેકહી. “આપણેમેરીઅનેતેનાંબાળકોનેઅહીંઘરમાંલઈલઈએતોકેમ?” છેવટેસુઝનેકહ્યું. “પેલાઓતોમરદોનીશોધમાંછે, સ્ત્રીઓનેકોઈનહીંકનડે!” કહેતાંકહેતાંપોતેપથારીમાંલંબાવ્યું. આખાદિવસનાથાકેતેનીઆંખોનેઘેરીલીધી. પરંતુતેનીગણતરીખોટીપડી. મધરાતનેસુમારેવાતાવરણનેભેદીનાખતીએકકારમીચીસસંભળાઈ. તેણેઓળખ્યોતોમેરીનોજઅવાજહતો. કાર્વરેએકદમબંદૂકઉપાડીઅનેછલાંગમારતોબહારનીકળીગયો. કાળીઘોરઅંધારીરાતમાંતેનેપોતાનેહાથપણદેખાતોનહતો. માત્રાદૂરદૂરસરીજતાઘોડાનાદાબડાઅનેકોઈનીગૂંગળાતીદબાતીચીસોનાપડઘાતેનાકાનપરઅથડાયા. તેમેરીનીઝૂંપડીતરફદોડયો. તેનેપગેકાંઈકઅથડાયું. મેરીનીનાનીછોકરીઝૂંપડીબહારઅર્ધબેભાનદશામાંપડીહતી. તેનામાથામાંથીલોહીનીધારાવહેતીહતી. તેનોભાઈખૂણામાંધ્રૂજતોઊભોહતો, ઝૂંપડીનિર્જનહતી. માઅનેસૌથીનાનાબાળકનોપત્તોનહતો. ગામમાંમદદમેળવવાતેપહોંચેતેપહેલાંઘણોસમયવીતીગયોહતો. ગામમાંતેનેઘણાસમદુખિયામળ્યા. લૂંટારાઓનીપાછળપડવુંજોઈએતેમસૌનેલાગ્યુંહતું. “મારાઘોડાપરકોઈતેમનીપાછળપડેતોજરૂરઆંબીશકાય. કોઈજાયતોહુંમારોઘોડોઆપું.” કાર્વરેસૂચનમૂક્યું. બધાએતેવધાવીલીધુંઅનેજનારાપણમળીઆવ્યા. તેમણેપૂછ્યું, “તમેપૈસાલાવ્યાછો?” “હં... તમારેપૈસાનીજરૂરપડશે. હા. પણએમકરોને. તેલૂંટારાનેબદલામાંઘોડોઆપીદેજો. પણજુઓ, નાછૂટકેજઘોડોઆપજો. અહીંપાછાઆવેતોસાથેલાવજો, એટલેહુંતેમનેપૈસાચૂકવીદઈશ. નજમાનેતોપછીઘોડોઆપીનેમેરીનેતોછોડાવીજલાવજો.” દિવસોપસારથઈગયા. કંઈસમાચારનહતા. પખવાડિયાપછીપેલાઆવ્યા. “તેમણેતોઅમનેભારેઠગ્યા. વાંકોચૂંકોએવોમાર્ગપકડયોહતોકેભલભલાગોથાંખાય. માંડહાથઆવ્યા. છેવટેઘોડાનાબદલામાંમા-દીકરાનેમુક્તકરવાનુંકબૂલ્યું. કહેવડાવ્યું : ઘોડાનેઝાડેબાંધીનેતમેદૂરચાલ્યાજાઓ. અમેઘોડાનેતપાસશુંઅનેજ્યારેઅમારુંરણશીંગુંસંભળાયત્યારેઆવીનેમા-દીકરાનેલઈજજો! વિશ્વાસતોનહોતોબેસતોપણતેસિવાયછૂટકોનહતો. છેવટેરણશીંગુંસંભળાયું, પણઘણેદૂરથી... અમેએકદમદોડયા. ઝાડનીચેપાણીથીતરબોળધ્રૂજતાબાળકનુંઆપોટકુંભાળ્યું. ઘોડોલઈનેતેઓપલાયનથઈગયાહતા.” આવનારેએકસામટીબધીવાતકરીનાખી. વાતસાંભળતાંજસુઝનનીઆંખમાંથીદડદડઆંસુસરીપડ્યાં. તેણેબાળકનેલઈલીધું. તેનુંટાઢુંબોળશરીરપહેલાંતોનિશ્ચેતનલાગ્યું. સુઝનધ્રૂજીગઈ. થોડાદિવસપહેલાંજઅનેકસારવારછતાંમેરીનીદીકરીહાથતાળીદઈનેચાલીનીકળીહતી. ઊંડેઊંડેપણઆબાળકમાંપ્રાણટકીરહ્યોછેતેમવર્તાયુંઅનેસુઝનનીવત્સલતાએઉપચારોકરવામાંકંઈબાકીનરાખ્યું. દિવસોસુધીએટચૂકડોછોકરોઉધરસમાંબેવડોવળીજતો. જાણેશ્વાસજતોજરહેશે. વખતજતાંજરાકચેતનઆવ્યું. તોપણતેનોવિકાસએટલોમંદહતોકેતેલાંબુંજીવશેતેમલાગતુંનહતું. સૌકહેતાંકેમહેનતનિરર્થકજશે. પણસુઝનહિંમતહારવાતૈયારનહતી. “મેરીનુંબાળકજીવવુંજજોઈએ. તેજીવશેજ.” મક્કમસ્વરેતેકહેતી. ધીમેધીમેબાળકમાંજીવનઆવ્યું. ઊઠતાં-બેસતાંઅનેડગલીઓભરતાંતેશીખીગયો. આમધીમેધીમેતેમોટોથવાલાગ્યો, પણતેબોલીશકતોનહીં. પેલીજીવલેણઉધરસમાંજાણેતેનોકંઠગૂંગળાઈગયોહતો. ગમેતેવાપ્રયત્નછતાંતેએકશબ્દપણઉચ્ચારીશકતોનહીં. ક્યારેકગોટાવાળતો, પણતેનીતેભાષાકોઈઉકેલીશકતુંનહીં. પરંતુવાણીમાંજેવ્યક્તનથતુંતેતેનીચમકતીઆંખોમાંબહુસ્પષ્ટરીતેવ્યક્તથતું. સુઝનેકહ્યું, “મારાજીવનમાંક્યારેયમેંઆવીતેજસ્વીઆંખોજોઈનથી.” “એતેજસ્વિતાનીશીકિંમતછેજ્યારેતેઆવાદુર્બળઅનેકંગાળશરીરસાથેબંધાયેલીછે?” કાર્વરેજવાબઆપ્યો. “ભગવાનનેખબર!” સુઝનેકહ્યું, “પણતેણેઆબાળકનેઆપણેભરોસેમૂક્યુંછે.” “મનેવિશ્વાસછેકેહુંમારીફરજઅદાકરીશ.” કાર્વરેગંભીરભાવેકહ્યું. “અનેહુંપણ.” સુઝનનોઅવાજરણકીઊઠયો. મેરીવિષેફરીકાંઈસાંભળવામળ્યુંનહીં. એટલેછેવટેપેલાકીમતીઘોડાનાબદલામાંઆમૂંગોઅપંગબાળકતેમનેમાથેપડયોહતો...... આબધાંજૂનાંસ્મરણોમાંડૂબેલાકાર્વરેનિરાશામાંડોકુંધુણાવ્યું. ત્યાંકોઈકેતેનુંપહેરણખેંચ્યું. તેણેપાછળવળીજોયું. પેલોનાનોછોકરોધીમુંધીમુંહસતોઊભોહતો. કાર્વરથીહસ્યાવગરનરહેવાયું. “વાહ, નાસ્તોતૈયારછે, એમને! ચાલ, હુંપણતૈયારછું.” તેણેપ્રેમથીબાળકનોકાળોટચૂકડોહાથપોતાનાહાથમાંલીધોઅનેખુશમિજાજેએઘરતરફવળ્યો. આજોઈનેસૂઝનેસંતોષનોદમલીધો. તેબોલી : “એબોલેએટલુંજ. મનમાંકાંઈનહિ.” [‘જ્યૉર્જવૉશિંગ્ટનકાર્વર’ પુસ્તકનુંપહેલુંપ્રકરણ]