સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/બધું ગયું વીસરાઈ



પ્રીતવછોયાં વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે…

ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.

કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન…
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન!