સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ સોની/સસલીની જાત્રા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સસલીબાઈએસૂણ્યુંકથામાં : જાત્રાકરવીજોઈએ, નાનાંમોટાંસૌએએકવાર...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
સસલીબાઈએસૂણ્યુંકથામાં : જાત્રાકરવીજોઈએ,
સસલીબાઈએ સૂણ્યું કથામાં : જાત્રા કરવી જોઈએ,
નાનાંમોટાંસૌએએકવારકાશીજાવુંજોઈએ!
નાનાંમોટાં સૌએ એક વાર કાશી જાવું જોઈએ!
મનમાંવાળીગાંઠ : હવેહુંઘરડીડોશીથઈ,
મનમાં વાળી ગાંઠ : હવે હું ઘરડી ડોશી થઈ,
જાત્રાવિનામરુંતોકહેશેમૂરખીમરીગઈ!
જાત્રા વિના મરું તો કહેશે મૂરખી મરી ગઈ!
માટેહવેતોજાત્રાકરવી, કાશી-ગોકુલફરવું,
 
પછીબધાનીઆંખોસામેઘેરમજાથીમરવું!
માટે હવે તો જાત્રા કરવી, કાશી-ગોકુલ ફરવું,
સસલીબાઈએભાથુંબાંધ્યું, બચકીલીધીસાથે,
પછી બધાની આંખો સામે ઘેર મજાથી મરવું!
ઘરનોબોજોનાખ્યોસઘળોપડોશીઓનામાથે :
સસલીબાઈએ ભાથું બાંધ્યું, બચકી લીધી સાથે,
“કપિરાજતુંરોજેમારીગાયદોહીજાજે, ભૈયા
ઘરનો બોજો નાખ્યો સઘળો પડોશીઓના માથે :
નેબિલ્લી, મારાંમાખણ-ઘીસાચવજેતું, મૈયા!…
 
ચકલીબાઈ, તુંમારાંમોંઘાંરેશમીકપડાંજોજે,
“કપિરાજ તું રોજે મારી ગાય દોહી જાજે, ભૈયા
મેલાંથાયતોતારીરૂડીચાંચુડીથીધોજે!…
ને બિલ્લી, મારાં માખણ-ઘી સાચવજે તું, મૈયા!…
શિયાળભૈયા, ઘરનોવાડોતમનેસોંપીજઉંછું,
 
મરઘાંબતકાંમાંદાંપડેતોજોજો, એટલુંકહુંછું.
ચકલીબાઈ, તું મારાં મોંઘાં રેશમી કપડાં જોજે,
મધમાખી, આફૂલનીવાડીતમનેસોંપીઆખી,
મેલાં થાય તો તારી રૂડી ચાંચુડીથી ધોજે!…
ભઈલારીંછ, મધપૂડાનુંમધજોઈલેજેચાખી!”…
 
સૌનેઆવાંકામસોંપીને, સસલીજાત્રાગઈ,
શિયાળ ભૈયા, ઘરનો વાડો તમને સોંપી જઉં છું,
પડોશીઓકહે : વાહરે, આતોમઝાઘણેરીથઈ!
મરઘાંબતકાં માંદાં પડે તો જોજો, એટલું કહું છું.
બિલ્લીચાટેઘીનેમાખણ, રીંછમધપૂડાપાડે;
મધમાખી, આ ફૂલની વાડી તમને સોંપી આખી,
વાંદરોગાયનાંદૂધડાંપીએ, ચકલીકપડાંફાડે!…
ભઈલા રીંછ, મધપૂડાનું મધ જોઈ લેજે ચાખી!”…
કબૂતરનેઘુવડનીસાથેજામીપડીલડાઈ,
 
મધમાખીઓનુંલશ્કરછૂટ્યું, રીંછપરકરીચડાઈ!…
સૌને આવાં કામ સોંપીને, સસલી જાત્રા ગઈ,
અહીંયાઆવુંચાલેછે, ત્યાંસસલીતીરથકરતી,
પડોશીઓ કહે : વાહ રે, આ તો મઝા ઘણેરી થઈ!
ગંગાજીમાંલોટીભરીનેમહાદેવજીનેધરતી!
બિલ્લી ચાટે ઘી ને માખણ, રીંછ મધપૂડા પાડે;
પ્રયાગમાંત્રિવેણી-સંગમ, પુરીમાંદરિયેનહાઈ,
વાંદરો ગાયનાં દૂધડાં પીએ, ચકલી કપડાં ફાડે!…
મથુરાજમના-પાનકર્યું, ગોવિંદજીનાગુણગાઈ!
 
વૃંદાવનમાંઆળોટીનેવ્રજમાંઘેલીથઈ,
કબૂતરને ઘુવડની સાથે જામી પડી લડાઈ,
પગેચાલીનેબદરી-કેદારસૌથીપહેલીગઈ!
મધમાખીઓનું લશ્કર છૂટ્યું, રીંછ પર કરી ચડાઈ!…
પછીમુખેથીકીધીપ્રતિજ્ઞાઅંજલિમાંજળલઈ :
 
“પ્રભુ, મારાંધનમાલબધુંયેતમનેદઉંછુંદઈ!
અહીંયા આવું ચાલે છે, ત્યાં સસલી તીરથ કરતી,
છાપરાસાથેઘરઆખું, નેજેકંઈહોયતેધન,
ગંગાજીમાં લોટી ભરીને મહાદેવજીને ધરતી!
આડોશીપડોશીબધુંયેદઈદઉં, દઈદઉંતનનેમન!
 
હાશ, હવેહળવીફુલથઈહું; ચાલનેઘેરેજાઉં,
પ્રયાગમાં ત્રિવેણી-સંગમ, પુરીમાં દરિયે નહાઈ,
પીઉંગંગાજળ, ખાઉંચરણામૃત, હરિહરનાગુણગાઉં!’
મથુરા જમના-પાન કર્યું, ગોવિંદજીના ગુણ ગાઈ!
પૂરીકરીજાત્રાઘરઆવી, માથેમોટોભારો,
વૃંદાવનમાં આળોટી ને વ્રજમાં ઘેલી થઈ,
તુલસી, ચંદન, ચરણામૃતનેગંગાજળનોઝારો!
પગે ચાલીને બદરી-કેદાર સૌથી પહેલી ગઈ!
પણક્યાંછેઘર? નેક્યાંછેવાડો? ક્યાંછેમધનેઘી?
 
અહીંતોઈંટરોડાંનોઢગલો-ક્યાંછેધનનેશ્રી?
પછી મુખેથી કીધી પ્રતિજ્ઞા અંજલિમાં જળ લઈ :
સસલીકહે : ‘તુંખરોપ્રભુ, મેંદીધુંકેલઈતેંલીધું,
“પ્રભુ, મારાં ધનમાલ બધુંયે તમને દઉં છું દઈ!
અનેગરીબઆડોશીનેતેંજાત્રાનુંફળદીધું!
છાપરા સાથે ઘર આખું, ને જે કંઈ હોય તે ધન,
ધન્યપ્રભુજી, ધન્યપડોશી, ધનઆઈંટનેરોડાં,
આડોશીપડોશી બધુંયે દઈ દઉં, દઈ દઉં તન ને મન!
હવેઅહીંબંધાશેમારાંજાત્રાકેરાંઘોડાં!
 
અઠેકાશીનેઅઠેમથુરાઅઠેપુરીનેગંગા,
હાશ, હવે હળવીફુલ થઈ હું; ચાલને ઘેરે જાઉં,
અઠેમુકામકરુંરોડાંમાં, અઠેરહોમનચંગા!”
પીઉં ગંગાજળ, ખાઉં ચરણામૃત, હરિહરના ગુણ ગાઉં!’
એમકહીસસલીએભોંયેકામળોપાથરીદીધો,
પૂરી કરી જાત્રા ઘર આવી, માથે મોટો ભારો,
પોટલામાંથીપરસાદકાઢીસૌનેબાંટીદીધો!
તુલસી, ચંદન, ચરણામૃત ને ગંગાજળનો ઝારો!
હરખીહરખીનેએબોલે : જાત્રાથઈગઈખાસ્સી!
 
પડોશીઓકહે : વાહરેમાશી! વાહમથુરા-કાશી!
પણ ક્યાં છે ઘર? ને ક્યાં છે વાડો? ક્યાં છે મધ ને ઘી?
{{Right|[‘કાશીનોપંડિત’ પુસ્તક :૧૯૫૯]
અહીં તો ઈંટરોડાંનો ઢગલો-ક્યાં છે ધન ને શ્રી?
}}
સસલી કહે : ‘તું ખરો પ્રભુ, મેં દીધું કે લઈ તેં લીધું,
અને ગરીબ આ ડોશીને તેં જાત્રાનું ફળ દીધું!
 
ધન્ય પ્રભુજી, ધન્ય પડોશી, ધન આ ઈંટ ને રોડાં,
હવે અહીં બંધાશે મારાં જાત્રા કેરાં ઘોડાં!
અઠે કાશી ને અઠે મથુરા અઠે પુરી ને ગંગા,
અઠે મુકામ કરું રોડાંમાં, અઠે રહો મન ચંગા!”
 
એમ કહી સસલીએ ભોંયે કામળો પાથરી દીધો,
પોટલામાંથી પરસાદ કાઢી સૌને બાંટી દીધો!
હરખી હરખીને એ બોલે : જાત્રા થઈ ગઈ ખાસ્સી!
પડોશીઓ કહે : વાહ રે માશી! વાહ મથુરા-કાશી!
{{Right|[‘કાશીનો પંડિત’ પુસ્તક : ૧૯૫૯]}}
</poem>
</poem>

Revision as of 09:22, 27 September 2022

સસલીબાઈએ સૂણ્યું કથામાં : જાત્રા કરવી જોઈએ,
નાનાંમોટાં સૌએ એક વાર કાશી જાવું જોઈએ!
મનમાં વાળી ગાંઠ : હવે હું ઘરડી ડોશી થઈ,
જાત્રા વિના મરું તો કહેશે મૂરખી મરી ગઈ!

માટે હવે તો જાત્રા કરવી, કાશી-ગોકુલ ફરવું,
પછી બધાની આંખો સામે ઘેર મજાથી મરવું!
સસલીબાઈએ ભાથું બાંધ્યું, બચકી લીધી સાથે,
ઘરનો બોજો નાખ્યો સઘળો પડોશીઓના માથે :

“કપિરાજ તું રોજે મારી ગાય દોહી જાજે, ભૈયા
ને બિલ્લી, મારાં માખણ-ઘી સાચવજે તું, મૈયા!…

ચકલીબાઈ, તું મારાં મોંઘાં રેશમી કપડાં જોજે,
મેલાં થાય તો તારી રૂડી ચાંચુડીથી ધોજે!…

શિયાળ ભૈયા, ઘરનો વાડો તમને સોંપી જઉં છું,
મરઘાંબતકાં માંદાં પડે તો જોજો, એટલું કહું છું.
મધમાખી, આ ફૂલની વાડી તમને સોંપી આખી,
ભઈલા રીંછ, મધપૂડાનું મધ જોઈ લેજે ચાખી!”…

સૌને આવાં કામ સોંપીને, સસલી જાત્રા ગઈ,
પડોશીઓ કહે : વાહ રે, આ તો મઝા ઘણેરી થઈ!
બિલ્લી ચાટે ઘી ને માખણ, રીંછ મધપૂડા પાડે;
વાંદરો ગાયનાં દૂધડાં પીએ, ચકલી કપડાં ફાડે!…

કબૂતરને ઘુવડની સાથે જામી પડી લડાઈ,
મધમાખીઓનું લશ્કર છૂટ્યું, રીંછ પર કરી ચડાઈ!…

અહીંયા આવું ચાલે છે, ત્યાં સસલી તીરથ કરતી,
ગંગાજીમાં લોટી ભરીને મહાદેવજીને ધરતી!

પ્રયાગમાં ત્રિવેણી-સંગમ, પુરીમાં દરિયે નહાઈ,
મથુરા જમના-પાન કર્યું, ગોવિંદજીના ગુણ ગાઈ!
વૃંદાવનમાં આળોટી ને વ્રજમાં ઘેલી થઈ,
પગે ચાલીને બદરી-કેદાર સૌથી પહેલી ગઈ!

પછી મુખેથી કીધી પ્રતિજ્ઞા અંજલિમાં જળ લઈ :
“પ્રભુ, મારાં ધનમાલ બધુંયે તમને દઉં છું દઈ!
છાપરા સાથે ઘર આખું, ને જે કંઈ હોય તે ધન,
આડોશીપડોશી બધુંયે દઈ દઉં, દઈ દઉં તન ને મન!

હાશ, હવે હળવીફુલ થઈ હું; ચાલને ઘેરે જાઉં,
પીઉં ગંગાજળ, ખાઉં ચરણામૃત, હરિહરના ગુણ ગાઉં!’
પૂરી કરી જાત્રા ઘર આવી, માથે મોટો ભારો,
તુલસી, ચંદન, ચરણામૃત ને ગંગાજળનો ઝારો!

પણ ક્યાં છે ઘર? ને ક્યાં છે વાડો? ક્યાં છે મધ ને ઘી?
અહીં તો ઈંટરોડાંનો ઢગલો-ક્યાં છે ધન ને શ્રી?
સસલી કહે : ‘તું ખરો પ્રભુ, મેં દીધું કે લઈ તેં લીધું,
અને ગરીબ આ ડોશીને તેં જાત્રાનું ફળ દીધું!

ધન્ય પ્રભુજી, ધન્ય પડોશી, ધન આ ઈંટ ને રોડાં,
હવે અહીં બંધાશે મારાં જાત્રા કેરાં ઘોડાં!
અઠે કાશી ને અઠે મથુરા અઠે પુરી ને ગંગા,
અઠે મુકામ કરું રોડાંમાં, અઠે રહો મન ચંગા!”

એમ કહી સસલીએ ભોંયે કામળો પાથરી દીધો,
પોટલામાંથી પરસાદ કાઢી સૌને બાંટી દીધો!
હરખી હરખીને એ બોલે : જાત્રા થઈ ગઈ ખાસ્સી!
પડોશીઓ કહે : વાહ રે માશી! વાહ મથુરા-કાશી!
[‘કાશીનો પંડિત’ પુસ્તક : ૧૯૫૯]