સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/પગારવધારો!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એવખતેહુંબોચાસણવલ્લભવિદ્યાલયમાંરહેતોહતો. ત્યાંશિક્ષક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
એવખતેહુંબોચાસણવલ્લભવિદ્યાલયમાંરહેતોહતો. ત્યાંશિક્ષકોનોતાલીમવર્ગચાલતોહતો. રોજસવારેતેનોએકવર્ગહુંલેતોહતો. વર્ગમાંજાઉંત્યારેશિક્ષકોરોદણાંરડે : “પેટનુંપૂરુંનથતુંહોય, ત્યાંઅમેશુંભણાવીએ!” આમરોજમારીઆગળઓછાપગારનીફરિયાદોકરતારહે.
વિદ્યાલયમાંચા-બીડીપીવાનીમનાઈહતી. એટલેએશિક્ષકોનજીકમાંસ્ટેશનહતુંત્યાંહોટલમાંજઈને‘કોપ’ કરીઆવે, અનેતલપલાગેત્યારેવિદ્યાલયનીબાજુનાખેતરમાં‘ગોળમેજીપરિષદ’ ભરીનેબીડીનાધુમાડાઉડાડે, એમારાજોવામાંઆવતું.
એકદિવસ, શિક્ષકોનાપગારવધારવાનીયુક્તિમનેઅચાનકસૂઝીગઈ. સવારેહસતોહસતોહુંવર્ગમાંગયોનેશિક્ષકોનેમેંકહ્યું, “આજેકોઈપણરીતેતમારોપગારપંદરરૂપિયાતોવધારવો, એવુંનક્કીકરીનેઆવ્યોછું. પણતેમાંતમારીમદદજોઈશે.” શિક્ષકોબધારાજીરાજીથઈગયાનેકહેવાલાગ્યા, “બોલો, શીમદદજોઈએછે?”
મેંકહ્યું, “આજથીચા-બીડીછોડો, એટલેતમારોપગારપંદરરૂપિયાવધીજગયોસમજો. ચા-બીડીથીતમનેકશોફાયદોથતોનથી; નકામાપૈસાજખરચાયછે. એછોડોનેબદલામાંદાણા-દૂધ-ઘીલાવીનેખાવ!”
મારીવાતસાંભળીને, એમનાંખીલેલાંમોઢાંઊતરીગયાં.


એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે : “પેટનું પૂરું ન થતું હોય, ત્યાં અમે શું ભણાવીએ!” આમ રોજ મારી આગળ ઓછા પગારની ફરિયાદો કરતા રહે.
વિદ્યાલયમાં ચા-બીડી પીવાની મનાઈ હતી. એટલે એ શિક્ષકો નજીકમાં સ્ટેશન હતું ત્યાં હોટલમાં જઈને ‘કોપ’ કરી આવે, અને તલપ લાગે ત્યારે વિદ્યાલયની બાજુના ખેતરમાં ‘ગોળમેજી પરિષદ’ ભરીને બીડીના ધુમાડા ઉડાડે, એ મારા જોવામાં આવતું.
એક દિવસ, શિક્ષકોના પગાર વધારવાની યુક્તિ મને અચાનક સૂઝી ગઈ. સવારે હસતો હસતો હું વર્ગમાં ગયો ને શિક્ષકોને મેં કહ્યું, “આજે કોઈ પણ રીતે તમારો પગાર પંદર રૂપિયા તો વધારવો, એવું નક્કી કરીને આવ્યો છું. પણ તેમાં તમારી મદદ જોઈશે.” શિક્ષકો બધા રાજી રાજી થઈ ગયા ને કહેવા લાગ્યા, “બોલો, શી મદદ જોઈએ છે?”
મેં કહ્યું, “આજથી ચા-બીડી છોડો, એટલે તમારો પગાર પંદર રૂપિયા વધી જ ગયો સમજો. ચા-બીડીથી તમને કશો ફાયદો થતો નથી; નકામા પૈસા જ ખરચાય છે. એ છોડો ને બદલામાં દાણા-દૂધ-ઘી લાવીને ખાવ!”
મારી વાત સાંભળીને, એમનાં ખીલેલાં મોઢાં ઊતરી ગયાં.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:16, 27 September 2022


એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે : “પેટનું પૂરું ન થતું હોય, ત્યાં અમે શું ભણાવીએ!” આમ રોજ મારી આગળ ઓછા પગારની ફરિયાદો કરતા રહે. વિદ્યાલયમાં ચા-બીડી પીવાની મનાઈ હતી. એટલે એ શિક્ષકો નજીકમાં સ્ટેશન હતું ત્યાં હોટલમાં જઈને ‘કોપ’ કરી આવે, અને તલપ લાગે ત્યારે વિદ્યાલયની બાજુના ખેતરમાં ‘ગોળમેજી પરિષદ’ ભરીને બીડીના ધુમાડા ઉડાડે, એ મારા જોવામાં આવતું. એક દિવસ, શિક્ષકોના પગાર વધારવાની યુક્તિ મને અચાનક સૂઝી ગઈ. સવારે હસતો હસતો હું વર્ગમાં ગયો ને શિક્ષકોને મેં કહ્યું, “આજે કોઈ પણ રીતે તમારો પગાર પંદર રૂપિયા તો વધારવો, એવું નક્કી કરીને આવ્યો છું. પણ તેમાં તમારી મદદ જોઈશે.” શિક્ષકો બધા રાજી રાજી થઈ ગયા ને કહેવા લાગ્યા, “બોલો, શી મદદ જોઈએ છે?” મેં કહ્યું, “આજથી ચા-બીડી છોડો, એટલે તમારો પગાર પંદર રૂપિયા વધી જ ગયો સમજો. ચા-બીડીથી તમને કશો ફાયદો થતો નથી; નકામા પૈસા જ ખરચાય છે. એ છોડો ને બદલામાં દાણા-દૂધ-ઘી લાવીને ખાવ!” મારી વાત સાંભળીને, એમનાં ખીલેલાં મોઢાં ઊતરી ગયાં.