સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/કેવી હશે?



કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય,
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય —
મા જાણે હીંચકોરતી વઈ ગઈ,
હાલાંના સૂર થોડા વેરતી ગઈ....
(અનુ. ઝવેરચંદ મેઘાણી)
[‘સોના-નાવડી’ પુસ્તક]