સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજમોહન ગાંધી/છે કોઈ વીરલો?


તમામ સંપત્તિ પેદા થાય છે માત્રા મહેનતમાંથી. આપણે બધા મહેનત ઓછી કરીએ, કામ ઓછું કરીએ અને છતાં રાષ્ટ્રનું ઉત્પાદન વધે, એટલે કે રાષ્ટ્રની સંપત્તિ વધે, તે તો અશક્ય છે. કરોડો ભારતવાસીઓને પડકારીને વધારે પરિશ્રમ કરવાની પ્રેરણા કઈ રીતે આપી શકાય? જાતે વધુ આપવાની અને બદલામાં ઓછું માગવાની ચાનક એ કરોડોને શી રીતે ચડાવી શકાય? એવો કોઈ માનવી છે ખરો, જે રાષ્ટ્રને સત્ય સંભળાવે? પોતાનો જ સ્વાર્થ, પોતાની જ ભીરુતા આપણા રાષ્ટ્રની કૂચની આડે આવે છે, એવું કહેનારો છે કોઈ વીરલો? રાજેન્દ્ર જ. જોશી