સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રાજેન્દ્ર શુક્લ/હું મળીશ જ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> પુકારોગમેતેસ્વરે, હુંમળીશજ; સમયનાકોઈપણથરેહુંમળીશજ. નખૂલેનતૂટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પુકારોગમેતેસ્વરે, હુંમળીશજ;
 
સમયનાકોઈપણથરેહુંમળીશજ.
 
નખૂલેનતૂટેકટાયેલુંતાળું;
પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ;
કોઈહિજરતીનાઘરેહુંમળીશજ.
સમયના કોઈ પણ થરે હું મળીશ જ.
હતોહુંસુદર્શનસરોવરછલોછલ;
 
હવેકુંડદામોદરેહુંમળીશજ.
ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું;
નગારેપડેઘાપહેલોકેચોરે;
કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ.
સમીસાંજનીઝાલરેહુંમળીશજ.
 
બપોરેઉપરકોટનીસૂનીરાંગે;
હતો હું સુદર્શન સરોવર છલોછલ;
અટૂલાકોઈકાંગરેહુંમળીશજ.
હવે કુંડ દામોદરે હું મળીશ જ.
તળેટીસુધીકોઈવ્હેલીસવારે
 
જશોતોપ્રભાતીસ્વરેહુંમળીશજ.
નગારે પડે ઘા પહેલો કે ચોરે;
કોઈપણટૂંકેજઈજરાસાદદેજો;
સમીસાંજની ઝાલરે હું મળીશ જ.
સૂસવતાપવનનાસ્તરેહુંમળીશજ.
 
શિખરપરચટકતીહશેચાખડીને
બપોરે ઉપરકોટની સૂની રાંગે;
ધરીનેકમંડલકરેહુંમળીશજ.
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ.
શમેમૌનમાંશબ્દમારાપછીપણ
 
કોઈસોરઠે — દોહરેહુંમળીશજ.
તળેટી સુધી કોઈ વ્હેલી સવારે
હશે, કોકજણતોઉકેલીયશકશે;
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ.
શિલાલેખનાઅક્ષરેહુંમળીશજ.
 
મનેગોતવામાંજખોવાયોછુંઆ;
કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો;
પત્યેપરકમ્માઆખરેહુંમળીશજ.
સૂસવતા પવનના સ્તરે હું મળીશ જ.
જૂનાગઢ, તનેતોખબરછે, અહીંહર
 
ઝરે, ઝાંખરે, કાંકરેહુંમળીશજ.
શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડલ કરે હું મળીશ જ.
 
શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઈ સોરઠે — દોહરે હું મળીશ જ.
 
હશે, કોક જણ તો ઉકેલીય શકશે;
શિલાલેખના અક્ષરે હું મળીશ જ.
મને ગોતવામાં જ ખોવાયો છું આ;
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ.
 
જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ.
</poem>
</poem>

Latest revision as of 12:50, 27 September 2022



પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ;
સમયના કોઈ પણ થરે હું મળીશ જ.

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું;
કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ.

હતો હું સુદર્શન સરોવર છલોછલ;
હવે કુંડ દામોદરે હું મળીશ જ.

નગારે પડે ઘા પહેલો કે ચોરે;
સમીસાંજની ઝાલરે હું મળીશ જ.

બપોરે ઉપરકોટની સૂની રાંગે;
અટૂલા કોઈ કાંગરે હું મળીશ જ.

તળેટી સુધી કોઈ વ્હેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ.

કોઈ પણ ટૂંકે જઈ જરા સાદ દેજો;
સૂસવતા પવનના સ્તરે હું મળીશ જ.

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડલ કરે હું મળીશ જ.

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઈ સોરઠે — દોહરે હું મળીશ જ.

હશે, કોક જણ તો ઉકેલીય શકશે;
શિલાલેખના અક્ષરે હું મળીશ જ.
મને ગોતવામાં જ ખોવાયો છું આ;
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ.

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ.