સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/પાછી નદી તો વહેવા જ માંડે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શ્રીમતીદમયંતીબહેનનાદેહાંતનોપત્રવાંચીઘડીભરસ્થિરથઈગય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
શ્રીમતીદમયંતીબહેનનાદેહાંતનોપત્રવાંચીઘડીભરસ્થિરથઈગયો. તેપછીકેટલીએવારપાનાંલઈલઈલખ્યાં, પણકશુંલખવાનુંસૂઝ્યુંનહિ. અરેભગવાન! તમારોઆવોમીઠોસંબંધ! તેમાંઆશુંબન્યું? કેમબન્યું?
 
ઘણીવારદુનિયાનાબનાવોવાર્તાકેનાટકનાબનાવોકરતાંપણવધારેઅસંભવિત, વધારેચોંકાવનારાહોયછે. તેવોજઆછે. વાર્તાકરતાંવધારેકરુણ, અનેઆજગતનેચલાવનારીશક્તિવાર્તાકરતાંપણકહોકેવધારેનિષ્કરુણ! તમારેમાથેએકબાજુદુઃખઆવીપડ્યુંઅનેબીજીતરફથીજાણેએદુઃખપણપૂરુંનભોગવવાદેવુંહોયતેમછોકરાંઉછેરવાનીજવાબદારી!
શ્રીમતી દમયંતીબહેનના દેહાંતનો પત્ર વાંચી ઘડીભર સ્થિર થઈ ગયો. તે પછી કેટલીએ વાર પાનાં લઈ લઈ લખ્યાં, પણ કશું લખવાનું સૂઝ્યું નહિ. અરે ભગવાન! તમારો આવો મીઠો સંબંધ! તેમાં આ શું બન્યું? કેમ બન્યું?
પણહુંતોતમનેએમકહુંકેએછોકરાંનીજવાબદારીએજતમારોતરણોપાય. એકરીતેતોએછોકરાંતમારાકરતાંવધારેદુઃખીછે. તેમનેજીભનથીએટલેએવધારેદેખાયનહિ, પણમાવિનાનાંછોકરાંનીકરુણતાએટલીજબરીછેકેહુંમાનુંછુંકવિઓપણતેનેન્યાયઆપીશક્યાનથી. એછોકરાંનીકરુણદશાથીતમારેવધારેદુઃખીનથવુંઘટે, પણએછોકરાંનીમાતાથવુંઘટે. વિધવામાતાછોકરાંનેસાચવેછે, ખરાવીરત્વથીસાચવેછે, એવામૂકવીરત્વથીઅનેધૈર્યથીહવેતમેતમારોનવોમાર્ગકોરીકાઢો.
ઘણી વાર દુનિયાના બનાવો વાર્તા કે નાટકના બનાવો કરતાં પણ વધારે અસંભવિત, વધારે ચોંકાવનારા હોય છે. તેવો જ આ છે. વાર્તા કરતાં વધારે કરુણ, અને આ જગતને ચલાવનારી શક્તિ વાર્તા કરતાં પણ કહો કે વધારે નિષ્કરુણ! તમારે માથે એક બાજુ દુઃખ આવી પડ્યું અને બીજી તરફથી જાણે એ દુઃખ પણ પૂરું ન ભોગવવા દેવું હોય તેમ છોકરાં ઉછેરવાની જવાબદારી!
મનઅનેશરીરનેનિશ્ચેષ્ઠકરતોવિષાદછોડીદો. માત્રનિશ્ચેષ્ઠકરતોવિષાદએમકહુંછું, બાકીઅમુકબનાવોનીઅસરજિંદગીભરખસતીનથીઅનેઆનીપણનહિખસે. પણએવિષાદજતોરહેવોજોઈએ. જીવનનવારંગથીપણપાછુંવહેવામાંડવુંજોઈએ. નદીઉપરવીજળીપડેછેત્યાંપાણીનોસુંદરધરોથાયછે, પણપાછીનદીતોવહેવાજમાંડેછે. જીવનનુંપણએવુંછે. વધારેઊંડાણથીતમારુંજીવનપાછુંવહેવામાંડેએમઇચ્છુંછું. શરીરસાચવશો. હજીતેનીપાસેથીઘણુંકામલેવાનુંછે.
પણ હું તો તમને એમ કહું કે એ છોકરાંની જવાબદારી એ જ તમારો તરણોપાય. એક રીતે તો એ છોકરાં તમારા કરતાં વધારે દુઃખી છે. તેમને જીભ નથી એટલે એ વધારે દેખાય નહિ, પણ મા વિનાનાં છોકરાંની કરુણતા એટલી જબરી છે કે હું માનું છું કવિઓ પણ તેને ન્યાય આપી શક્યા નથી. એ છોકરાંની કરુણ દશાથી તમારે વધારે દુઃખી ન થવું ઘટે, પણ એ છોકરાંની માતા થવું ઘટે. વિધવા માતા છોકરાંને સાચવે છે, ખરા વીરત્વથી સાચવે છે, એવા મૂક વીરત્વથી અને ધૈર્યથી હવે તમે તમારો નવો માર્ગ કોરી કાઢો.
{{Right|[ઝવેરચંદમેઘાણીપરપત્ર :૧૯૩૩]}}
મન અને શરીરને નિશ્ચેષ્ઠ કરતો વિષાદ છોડી દો. માત્ર નિશ્ચેષ્ઠ કરતો વિષાદ એમ કહું છું, બાકી અમુક બનાવોની અસર જિંદગીભર ખસતી નથી અને આની પણ નહિ ખસે. પણ એ વિષાદ જતો રહેવો જોઈએ. જીવન નવા રંગથી પણ પાછું વહેવા માંડવું જોઈએ. નદી ઉપર વીજળી પડે છે ત્યાં પાણીનો સુંદર ધરો થાય છે, પણ પાછી નદી તો વહેવા જ માંડે છે. જીવનનું પણ એવું છે. વધારે ઊંડાણથી તમારું જીવન પાછું વહેવા માંડે એમ ઇચ્છું છું. શરીર સાચવશો. હજી તેની પાસેથી ઘણું કામ લેવાનું છે.
{{Right|[ઝવેરચંદ મેઘાણી પર પત્ર : ૧૯૩૩]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:30, 28 September 2022


શ્રીમતી દમયંતીબહેનના દેહાંતનો પત્ર વાંચી ઘડીભર સ્થિર થઈ ગયો. તે પછી કેટલીએ વાર પાનાં લઈ લઈ લખ્યાં, પણ કશું લખવાનું સૂઝ્યું નહિ. અરે ભગવાન! તમારો આવો મીઠો સંબંધ! તેમાં આ શું બન્યું? કેમ બન્યું? ઘણી વાર દુનિયાના બનાવો વાર્તા કે નાટકના બનાવો કરતાં પણ વધારે અસંભવિત, વધારે ચોંકાવનારા હોય છે. તેવો જ આ છે. વાર્તા કરતાં વધારે કરુણ, અને આ જગતને ચલાવનારી શક્તિ વાર્તા કરતાં પણ કહો કે વધારે નિષ્કરુણ! તમારે માથે એક બાજુ દુઃખ આવી પડ્યું અને બીજી તરફથી જાણે એ દુઃખ પણ પૂરું ન ભોગવવા દેવું હોય તેમ છોકરાં ઉછેરવાની જવાબદારી! પણ હું તો તમને એમ કહું કે એ છોકરાંની જવાબદારી એ જ તમારો તરણોપાય. એક રીતે તો એ છોકરાં તમારા કરતાં વધારે દુઃખી છે. તેમને જીભ નથી એટલે એ વધારે દેખાય નહિ, પણ મા વિનાનાં છોકરાંની કરુણતા એટલી જબરી છે કે હું માનું છું કવિઓ પણ તેને ન્યાય આપી શક્યા નથી. એ છોકરાંની કરુણ દશાથી તમારે વધારે દુઃખી ન થવું ઘટે, પણ એ છોકરાંની માતા થવું ઘટે. વિધવા માતા છોકરાંને સાચવે છે, ખરા વીરત્વથી સાચવે છે, એવા મૂક વીરત્વથી અને ધૈર્યથી હવે તમે તમારો નવો માર્ગ કોરી કાઢો. મન અને શરીરને નિશ્ચેષ્ઠ કરતો વિષાદ છોડી દો. માત્ર નિશ્ચેષ્ઠ કરતો વિષાદ એમ કહું છું, બાકી અમુક બનાવોની અસર જિંદગીભર ખસતી નથી અને આની પણ નહિ ખસે. પણ એ વિષાદ જતો રહેવો જોઈએ. જીવન નવા રંગથી પણ પાછું વહેવા માંડવું જોઈએ. નદી ઉપર વીજળી પડે છે ત્યાં પાણીનો સુંદર ધરો થાય છે, પણ પાછી નદી તો વહેવા જ માંડે છે. જીવનનું પણ એવું છે. વધારે ઊંડાણથી તમારું જીવન પાછું વહેવા માંડે એમ ઇચ્છું છું. શરીર સાચવશો. હજી તેની પાસેથી ઘણું કામ લેવાનું છે. [ઝવેરચંદ મેઘાણી પર પત્ર : ૧૯૩૩]