સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વનમાળા દેસાઈ/મેળ


આશ્રમની સ્થાપના થઈ ત્યારે ગાંધીજીએ પંડિત વિષ્ણુ દિગંબરજીની પાસે આશ્રમને છાજે એવા કોઈ સંગીતશાસ્ત્રીની માગણી કરી. ત્યારે એમણે પોતાના શિષ્ય નારાયણ મોરેશ્વર ખરેને ગાંધીજી પાસે મોકલ્યા. સંગીતની સાથે બુદ્ધિ અને પવિત્રા જીવનનો મેળ એમણે જેવો સાધ્યો તેવો તો કોઈક જ કળાકાર સાધી શકે. ગાંધીજીએ રાજકારણને આધ્યાત્મિક બનાવ્યું અને પંડિત ખરેજીએ સંગીતને આધ્યાત્મિક બનાવ્યું. [‘અખંડ આનંદ’ માસિક]