સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/પ્રાર્થનામાં વિવેક

Revision as of 12:21, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સ્નાન, ભોજનઅનેનિદ્રાએત્રણેયનીજેખૂબીઓછે, તેપ્રાર્થનામા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          સ્નાન, ભોજનઅનેનિદ્રાએત્રણેયનીજેખૂબીઓછે, તેપ્રાર્થનામાંછે. ઊઘથીશરીરનેઆરામઅનેઉત્સાહમળેછે, એવીરીતેપ્રાર્થનાથીમનનેઆરામઅનેઉત્સાહમળેછે. ભોજનથીશરીરનુંપોષણથાયછે; પ્રાર્થનાથીમનનુંપોષણથાયછે. સ્નાનથીશરીરનીશુદ્ધિથાયછે, તોમનનીશુદ્ધિપ્રાર્થનાથીથાયછે. શરીરરોજમેલુંથાયછે, તેથીતેનેરોજસ્નાનકરાવવુંપડેછે. એવીજરીતેમનનેપણરોજસાફરાખવુંપડેછેઅનેમનનેમાટેઉત્તમસ્નાનપ્રાર્થનાછે. સર્વોત્તમપ્રાર્થનામૌનછે. તેમછતાંમાણસનેઈશ્વરેજીભઆપીછે, તેથીમાણસજીભનોયેઉપયોગકરીલેછે. ‘કુરાન’ હોયકે‘બાઇબલ’ હોય, ‘ગીતા’ હોયકેસંતજનોનાંભજનહોય—તેનોઆપણેપ્રાર્થનામાંઉપયોગકરીએછીએ. આપણીભાવનાપ્રગટકરવામાટેઆપણેસંતોનીવાણીનો, ધર્મગ્રંથોવગેરેનોસહારોલઈએછીએ. એબધીવાણીવરસોથીઘૂંટાતીઆવીછે, અનેતેથીતેમાંતાકાતછે. ‘મર્દનંગુણવર્ધનમ્.’ વરસોથીઘૂંટાતીઆવીહોવાનેકારણેતેવાણીનીપોટેન્સીઘણીવધીગઈહોયછે. એવાણીનોમર્મઆપણામાંઆત્મસાત્થતોરહેવોજોઈએ. પ્રાર્થનાપોપટપાઠજેવીનબનવીજોઈએ. જેપ્રાર્થનાબોલાય, જેભજનોવગેરેગવાય, તેનુંઅર્થ-ચિંતનપણચાલતુંરહેવુંજોઈએ. અર્થ-ચિંતનનીસાથોસાથતેનોજીવનમાંઅમલકરવાનીકોશિશપણસતતચાલતીરહેવીજોઈએ. આમથાયછે, ત્યારેજપ્રાર્થનાનીશકિતનોયેઆપણનેઅનુભવથાયછે. બીજીએકવાતતરફપણઆપણુંધ્યાનજવુંજોઈએ. પ્રાર્થનામાંઆપણેજેભજનોગાતાહોઈએછીએ, તેનાઅર્થનીયેબારીકપરીક્ષાઅનેછણાવટથવીજોઈએ. સામાન્યરીતેઆજેજેભજનોરૂઢથઈગયાંછે, તેબધાંઅનુભવનીતેમજવિચારનીકસોટીએખરાંજઊતરેછે, એવુંનથી. દાખલાતરીકે, કબીરનાભજનમાંઆવેછેકે‘યાજગમેંકોઈનહીંઅપના’. આવિચારઆપણાસમાજમાંબહુફેલાઈગયોછે. ખરુંજોતાં, આએકસંકુચિતનેસ્વાર્થીવલણછે. ભલેનેઆબધાંભજનોકોઈનેકોઈસંતપુરુષનાંહોય, છતાંવિવેકપૂર્વકપસંદગીકરવાનુંકામઆપણુંછે. વૈરાગ્યનીખોટીવ્યાખ્યા, પરમાર્થનોખોટોઅર્થ, દુર્બળનિષ્ક્રિયતા, ચિંતનમાટેપ્રતિકૂળએવાંઈશ્વરનાંવ્યર્થવિશેષણોવગેરેકેટલીયેખોટીબાબતોઆપણાલોકોમાંરૂઢથઈગઈછે. તેબધીબાબતોનુંસંશોધનથાય, તેજરૂરીછે. [‘વિજ્ઞાન—અધ્યાત્મ’ પુસ્તક: ૨૦૦૪]