સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/માધવનું મધમીઠું નામ

Revision as of 12:37, 8 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} શ્રીકૃષ્ણનુંચરિત્રભક્તોનેઅત્યંતમધૂરલાગેછે. કૃષ્ણનીક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

          શ્રીકૃષ્ણનુંચરિત્રભક્તોનેઅત્યંતમધૂરલાગેછે. કૃષ્ણનીકથાકરતાંવધુમધુરકથાભારતમાંમનેનસાંભળવામળીછે, નવાંચવામળીછે. કૃષ્ણહિંદુસ્તાનઆખામાંપરમપ્રિયછે. પૂજ્યતોએછેજ, પણપ્યારાપણછે. સામાન્યરીતેબનેછેએવુંકેઅમુકવ્યક્તિપૂજ્યહોયછેઅનેઅમુકપ્યારીહોયછે. પરંતુકૃષ્ણપરમપૂજ્યપણછેઅનેપરમપ્રિયપણ. ભક્તોએમનુંચરિત્રગાતાંનેવાગોળતાંકદીથાકતાનથી. ચૈતન્યમહાપ્રભુ, સૂરદાસ, મીરાંવગેરેકૃષ્ણભક્તિથીતરબોળથઈગયાંછે. કૃષ્ણ‘ગીતા’નાપ્રવક્તાછેઅને‘ગીતા’ આવેછે‘મહાભારત’માં, પરંતુકૃષ્ણનોસંપૂર્ણપરિચયઆપણને‘મહાભારત’માંનથીમળતો. ‘ભાગવત’માંકૃષ્ણનુંભગવત્સ્વરૂપનુંચરિત્રછે. તેસિવાયકૃષ્ણનુંચરિત્રજાણવામાટેઆપણે‘મહાભારત’માંજવુંપડે. ‘મહાભારત’માંપાછળથી‘હરિવંશપુરાણ’ જોડીદીધુંછે; કૃષ્ણનુંપૂર્ણચરિત્રતેમાંઆવેછે. હિંદુસ્તાનનાલોકો‘ગીતા’નાકૃષ્ણનેએટલાનથીજાણતાજેટલા‘ગોપાલકૃષ્ણ’નેજાણેછે. કૃષ્ણગોકુળમાંરહીનેગાયોચરાવતા. એમણેગાયોનીસેવાનેઉપાસનાનુંસ્વરૂપઆપ્યું. કૃષ્ણગોવાળિયાઓસાથેએટલાએકરૂપથઈગયાહતાકેઆપણેએમનેગોપાલકૃષ્ણતરીકેજઓળખીએછીએ. ગાયોનીસેવાકરનારા, ગાયોનુંપાલનકરનારાકૃષ્ણજઅહીંનીઆબાલવૃદ્ધજનતાનેઅતિપરિચિતછે. કૃષ્ણયોગ-યોગેશ્વરહતા, પરંતુપોતાનુંસ્થાનએમણેસેવકનુંજમાન્યું. કૃષ્ણલોકોનાસેવકજરહ્યાઅનેસૌથીમોટીવાતએકેલોકોએપણએમનેસેવકજમાન્યા. જાણેપોતાનાદોસ્તનહોય! જ્યારેમહાપુરુષનામહાપુરુષત્વનોખ્યાલપણકોઈનેનરહે, ત્યારેએવસ્તુતેપુરુષનીસૌથીમોટીમહાનતાછે, નમ્રતાનીપરિસીમાછે. આવીમહાનતાકૃષ્ણમાંહતી. પોતેબહુઊંચીકોટિનાહતા, છતાંએમણેહંમેશાંપોતાનેસામાન્યજમાન્યા. કૃષ્ણપોતેકદીરાજાનબન્યા, સેવકજરહ્યા. એમણેકંસનોવધકર્યોઅનેમથુરાનુંઆખુંરાજએમનાહાથમાંઆવીગયું. પણકૃષ્ણપોતેગાદીપરનબેઠા, એમણેઉગ્રસેનનેગાદીએબેસાડ્યો. પછીએમનાહાથમાંદ્વારકાનુંરાજ્યઆવ્યું, તોતેએમણેબલરામનેઆપીદીધું, પોતેનલીધું. મહાભારતનુંઆવડુંમોટુંયુદ્ધથયુંઅનેતેમાંકૃષ્ણનેકારણેજપાંડવોનોવિજયથયો. પરંતુકૃષ્ણેધર્મરાજયુધિષ્ઠિરનામાથેજરાજ્યાભિષેકકર્યો. તેઓપોતેહંમેશાસેવકજરહ્યા. પોતેકદીરાજાનબન્યા, ગરીબનવાજજરહ્યા. આનુંજનામનિષ્કામસેવા. કૃષ્ણજેવોઅનાસક્તસેવકહિંદુસ્તાનમાંબીજોજોયોનથી, જેનીચામાંનીચીમનાતીસેવાનિરહંકારભાવેકરીશકતો. મારીમાકહેતીહતીકેરામાવતારમાંભગવાનસેવાલઈ-લઈનેથાકીગયા. રાજાબન્યા, મોટાભાઈબન્યા, બધાપાસેથીસેવાલીધી. વાનરોપાસેથીપણસેવાલીધી. એટલેકૃષ્ણાવતારમાંનક્કીકર્યુંકેહવેસેવાલેવીનથી, સેવાઆપવીજછે. તેથીકૃષ્ણાવતારમાંભગવાનમોટાભાઈનબન્યા, રાજાપણનબન્યા, રાજ્યઆવ્યુંતોબીજાનેદઈદીધું. પોતેસેવકજરહ્યા; અનેમાણસોનીજનહીં, ગાય-ઘોડાનીયેસેવાકરી. એમનીઆવિશેષતામોટા-મોટામહાત્માઓપણઆત્મસાત્નથીકરીશક્યા. રામઆદર્શરાજાથયા, કૃષ્ણઆદર્શસેવક. બાળપણમાંએમનોગાયોસાથેસંબંધરહ્યો, મોટાથયાપછીઘોડાસાથે. મુરલીનોધ્વનિસાંભળતાંગાયોગદ્ગદથઈજતીઅનેકૃષ્ણનોહાથફરતાંજઘોડાહણહણવાલાગતા. મહાભારતનાયુદ્ધમાંસાંજથતાંસહુસંધ્યાઆદિકરવાચાલ્યાજતા, પણકૃષ્ણરથનાઘોડાઓનેછોડીનેએમનેપાણીપીવડાવતા, ખરેરોકરતા, એમનાશરીરનેસાફકરતા. તેસેવામાંએમનેકેટલોઆનંદઆવતો, તેનુંવર્ણનકરતાંકવિધરાતાનથી! યુધિષ્ઠિરેરાજસૂયયજ્ઞકર્યો. કૃષ્ણપણતેમાંગયેલા. કહેવાલાગ્યા, તમેબધાંનેકામસોંપ્યાં, પણમનેજનસોંપ્યું; તોમનેપણકંઈકકામદો. યુધિષ્ઠિરકહે, “તમનેશુંકામઆપું? તમેતોઅમારાસહુમાટેપૂજનીયછો, આદરણીયછો. તમારેલાયકમારીપાસેકોઈકામનથી.” કૃષ્ણબોલ્યા, “આદરણીયએટલેશુંનાલાયક?” યુધિષ્ઠિરકહે, “અમેતોતમારાદાસછીએ.” તોકૃષ્ણેકહ્યું, “હુંતોદાસાનુદાસછું.” છેવટેયુધિષ્ઠિરેકહ્યુંકે, “તમેજતમારેલાયકકામશોધીલો.” ત્યારેકૃષ્ણેકયુંકામશોધ્યું? જમણવારવખતેએઠાંપતરાળાંઉઠાવવાનુંઅનેસફાઈકરીનેલીંપવાનું! આપણેકૃષ્ણનીમાફકનીચેમાંનીચેનાલોકોસાથેતાદાત્મ્યસાધવાનુંછે. સમાજમાંક્રાંતિત્યારેજથશે, જ્યારેસમાજનાભણેલા-ગણેલાઅનેઊંચાસ્તરનાલોકોસૌથીનીચેનાસ્તરનાલોકોસાથેઆવુંતાદાત્મ્યસાધશે, એમનીસાથેએકરૂપથશે. [‘ભૂમિપુત્ર’ પખવાડિક :૨૦૦૬]