સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય/“પ્રાર્થના કરીશ કે — ”


અનાગત ભવિષ્યકાળમાં મારાં લખાણનું મૂલ્ય રહેશે કે નહિ એનો હું વિચાર કરતો નથી. તેનું આયુષ્ય જો પૂરું થઈ જાય તો તે એક જ કારણે પૂરું થઈ જશે — કે તેના કરતાં વધારે વિશાળ, વધારે સુંદર, વધારે પરિપૂર્ણ સાહિત્યના સર્જનમાં તેના હાડપિંજરની જરૂર પડી હશે. હું તો આ વિશે દુઃખ ન કરતાં ઊલટો પ્રાર્થના કરીશ કે મારા દેશમાં, મારી ભાષામાં, એવું મહાન સાહિત્ય જન્મ પામો કે જેની તુલનામાં મારાં લખાણ તુચ્છ લાગે.