સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખબીર/આપવું એટલે


આપવું એટલે ઉદારતા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે. અને ‘આપવા’નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ — એ પણ એક જાતનું દાન જ છે. રશિયન લેખક તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ, ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસીને કહે છે કે, આ પણ એક દાન જ છે ને!.