સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુખલાલ સંઘવી/શાસ્ત્રોદ્ધારક મુનિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૧૪-૧૫નીઆસપાસસુધીમાંપુસ્તક-પ્રકાશનમાંએકરૂઢપ્રથાએહત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૧૯૧૪-૧૫નીઆસપાસસુધીમાંપુસ્તક-પ્રકાશનમાંએકરૂઢપ્રથાએહતીકેજોપ્રસ્તાવનાજેવુંકાંઈલખવુંહોય, તોતેસંસ્કૃતમાંજલખવામાંમહત્તામનાતી. એકવારમુનિશ્રીચતુરવિજયજીએપોતાનીલખેલસંસ્કૃતપ્રસ્તાવનામનેજોઈજવાકહ્યું. મેંતેજોઈતોલીધી; પણસાથેજતેમનેકહ્યુંકેપ્રસ્તાવનાઆદિસંસ્કૃતમાંલખોછો, તેનોશોહેતુ? તેમણેજવાબમાંબીજાઅનેકપ્રસિદ્ધમુનિઓનાંઉદાહરણઆપીએપ્રથાનીપુષ્ટિકરી. મેંકહ્યું: જુઓનેઅમુકપ્રસિદ્ધવિદ્વાનોનીસંસ્કૃતપ્રસ્તાવના: એમાંશબ્દાડંબરસિવાયશુંહોયછે? વળીઅમુકપ્રસ્તાવનાઓમાંકોઈશિષ્યકેઆશ્રિતપંડિતઅમુકસાધુનીભારોભારપ્રશંસાકરતોદેખાયછે—પછીભલેતેછેકજજૂઠાણાંથીભરેલીહોય! જોએજસંસ્કૃતનાલેખકોનેએમકહેવામાંઆવેછેકેમહેરબાનીકરીતમેએનોઅનુવાદસંભળાવો, તોકાંતોએમાંથીસાંભળનારશૂન્યજમેળવવાનોઅનેસંભળાવનારપોતેશરમાવાનો. વળીમેંવધારેસખતટીકાકરતાંએપણકહ્યુંકેસંસ્કૃતમાંલખવુંએનોઅર્થઆશ્રયદાતાઓઅનેઅભણદુનિયાનીદૃષ્ટિમાંમહત્ત્વસાચવવુંઅનેસાથેસાથેપોતાનુંઅજ્ઞાનપોષ્યેજવું, એજછે. જોલેખકનેકાંઈસાચુંનક્કરકહેવાનુંજહોયતેમજઅનેકવાંચનારસમક્ષકાંઈમૂકવાજેવુંસાચેજહોય, તોતેઓચાલુલોકભાષામાંલખતાંશાનેસંકોચાયછે? પરંતુજેઓમાત્રસંસ્કૃતમાંપ્રસ્તાવનાવગેરેલખેછે, તેઓમોટેભાગેવાચકોનેઅંધારામાંરાખવાસાથેપોતાનાઅજ્ઞાનનેછુપાવેછે. મારાકથનનોજરાપણસામનોકર્યાસિવાયમુનિશ્રીએત્યારબાદમોટેભાગેપ્રસ્તાવનાસંસ્કૃતમાંલખવાનોશિરસ્તોબદલીનાખ્યો. એનેપરિણામેતેમનાંતથાતેમનાશિષ્યનાંપ્રકાશનોમાંઆજેઅનેકમહત્ત્વનીઐતિહાસિકવસ્તુઓગુજરાતીભાષાદ્વારાજાણવીસુગમબનીછે. આએમનીસત્યગ્રાહીપ્રકૃતિએમનેવિશેષવશકર્યો.
 
મુનિશ્રીનીખાસધ્યાનખેંચેએવીએકવિશેષતાએહતીકેતેઓજ્યાંજતાત્યાંપ્રથમત્યાંનાભંડારનુંકામહાથમાંલેતા. જોસૂચિઠીકનહોયતોતેબનાવતા, પોથીઓનેનવાંમજબૂતબંધનોથીબાંધતા, ક્રમવારડાબડામાંગોઠવતા; એટલુંજનહિપણજ્યાંગ્રંથોેરાખવામાટેકબાટકેએવીબીજીસારીસગવડનહોયત્યાંતેતૈયારકરાવતા. એરીતેત્યાંનાભંડારનેવ્યવસ્થિતઅનેટકાઉબનાવતા. પુસ્તકસૂચિપ્રસિદ્ધકરતા. આનીસાથેતેઓશ્રીએભંડારમાંથીમળીઆવતાનાનામોટાબધાજગ્રંથોનીનવીલિખિતનકલોકરાવીતેનોએકપૂર્ણઅનેઉપયોગીસંગ્રહકર્યોછે, જેઆજેવડોદરામાંવિદ્યમાનછેઅનેગમેતેવિદ્વાનનુંમસ્તકનમાવવામાટેબસછે.
૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં એક રૂઢ પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તો તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એક વાર મુનિશ્રી ચતુરવિજયજીએ પોતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેનો શો હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું: જુઓને અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવના: એમાં શબ્દાડંબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવનાઓમાં કોઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર પ્રશંસા કરતો દેખાય છે—પછી ભલે તે છેક જ જૂઠાણાંથી ભરેલી હોય! જો એ જ સંસ્કૃતના લેખકોને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુવાદ સંભળાવો, તો કાં તો એમાંથી સાંભળનાર શૂન્ય જ મેળવવાનો અને સંભળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પોષ્યે જવું, એ જ છે. જો લેખકને કાંઈ સાચું નક્કર કહેવાનું જ હોય તેમજ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય, તો તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પોતાના અજ્ઞાનને છુપાવે છે. મારા કથનનો જરા પણ સામનો કર્યા સિવાય મુનિશ્રીએ ત્યારબાદ મોટેભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો શિરસ્તો બદલી નાખ્યો. એને પરિણામે તેમનાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો.
આજકામનાઅંગતરીકેજેબીજાંકેટલાંકકામછે, તેમાંપણમુનિશ્રીસતતરોકાયેલારહેતા. કાગળઅનેતાડપત્રનીજૂનામાંજૂનીલિપિઓગમેતેવીજટિલ, ઘસાયેલીકેછેકજભૂંસાયેલીહોયતેનેવાંચવીએકામસાહિત્યોદ્ધારનુંપ્રથમઅંગછે. એજરીતેનકલોકરવાનુંઅનેસુંદરતમઅક્ષરોમાંયોગ્યરીતેપ્રેસકોપીકરવાનુંકામપણવિદ્વાનમાટેએટલુંજઆવશ્યકછે. મુનિશ્રીએએબંનેકળાઓઅસાધારણરીતેસાધેલી. તેઓજિજ્ઞાસુઅનેધંધાર્થીશિખાઉનેપણઆવસ્તુશીખવતા. તેમનાહાથેપ્રતિવાચનઅનેસુંદરલેખનનુંકામશીખેલકેટલાયેસાધુઅનેગૃહસ્થોઆજેકાંતોઐતિહાસિકસેવાનાક્ષેત્રમાંરોકાયેલાછેઅથવાતોનિર્વાહઅર્થેએકળાનોઘેરબેઠેસરસઉપયોગકરીરહ્યાછે.
મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જો સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીઓને નવાં મજબૂત બંધનોથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રંથોે રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે તેઓશ્રીએ ભંડારમાંથી મળી આવતા નાનામોટા બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેનો એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે, જે આજે વડોદરામાં વિદ્યમાન છે અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે.
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]
આ જ કામના અંગ તરીકે જે બીજાં કેટલાંક કામ છે, તેમાં પણ મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યોદ્ધારનું પ્રથમ અંગ છે. એ જ રીતે નકલો કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે એટલું જ આવશ્યક છે. મુનિશ્રીએ એ બંને કળાઓ અસાધારણ રીતે સાધેલી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાર્થી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શીખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થો આજે કાં તો ઐતિહાસિક સેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અર્થે એ કળાનો ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે.
}}
{{Right|[‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:02, 29 September 2022


૧૯૧૪-૧૫ની આસપાસ સુધીમાં પુસ્તક-પ્રકાશનમાં એક રૂઢ પ્રથા એ હતી કે જો પ્રસ્તાવના જેવું કાંઈ લખવું હોય, તો તે સંસ્કૃતમાં જ લખવામાં મહત્તા મનાતી. એક વાર મુનિશ્રી ચતુરવિજયજીએ પોતાની લખેલ સંસ્કૃત પ્રસ્તાવના મને જોઈ જવા કહ્યું. મેં તે જોઈ તો લીધી; પણ સાથે જ તેમને કહ્યું કે પ્રસ્તાવના આદિ સંસ્કૃતમાં લખો છો, તેનો શો હેતુ? તેમણે જવાબમાં બીજા અનેક પ્રસિદ્ધ મુનિઓનાં ઉદાહરણ આપી એ પ્રથાની પુષ્ટિ કરી. મેં કહ્યું: જુઓને અમુક પ્રસિદ્ધ વિદ્વાનોની સંસ્કૃત પ્રસ્તાવના: એમાં શબ્દાડંબર સિવાય શું હોય છે? વળી અમુક પ્રસ્તાવનાઓમાં કોઈ શિષ્ય કે આશ્રિત પંડિત અમુક સાધુની ભારોભાર પ્રશંસા કરતો દેખાય છે—પછી ભલે તે છેક જ જૂઠાણાંથી ભરેલી હોય! જો એ જ સંસ્કૃતના લેખકોને એમ કહેવામાં આવે છે કે મહેરબાની કરી તમે એનો અનુવાદ સંભળાવો, તો કાં તો એમાંથી સાંભળનાર શૂન્ય જ મેળવવાનો અને સંભળાવનાર પોતે શરમાવાનો. વળી મેં વધારે સખત ટીકા કરતાં એ પણ કહ્યું કે સંસ્કૃતમાં લખવું એનો અર્થ આશ્રયદાતાઓ અને અભણ દુનિયાની દૃષ્ટિમાં મહત્ત્વ સાચવવું અને સાથે સાથે પોતાનું અજ્ઞાન પોષ્યે જવું, એ જ છે. જો લેખકને કાંઈ સાચું નક્કર કહેવાનું જ હોય તેમજ અનેક વાંચનાર સમક્ષ કાંઈ મૂકવા જેવું સાચે જ હોય, તો તેઓ ચાલુ લોકભાષામાં લખતાં શાને સંકોચાય છે? પરંતુ જેઓ માત્ર સંસ્કૃતમાં પ્રસ્તાવના વગેરે લખે છે, તેઓ મોટેભાગે વાચકોને અંધારામાં રાખવા સાથે પોતાના અજ્ઞાનને છુપાવે છે. મારા કથનનો જરા પણ સામનો કર્યા સિવાય મુનિશ્રીએ ત્યારબાદ મોટેભાગે પ્રસ્તાવના સંસ્કૃતમાં લખવાનો શિરસ્તો બદલી નાખ્યો. એને પરિણામે તેમનાં તથા તેમના શિષ્યનાં પ્રકાશનોમાં આજે અનેક મહત્ત્વની ઐતિહાસિક વસ્તુઓ ગુજરાતી ભાષા દ્વારા જાણવી સુગમ બની છે. આ એમની સત્યગ્રાહી પ્રકૃતિએ મને વિશેષ વશ કર્યો. મુનિશ્રીની ખાસ ધ્યાન ખેંચે એવી એક વિશેષતા એ હતી કે તેઓ જ્યાં જતા ત્યાં પ્રથમ ત્યાંના ભંડારનું કામ હાથમાં લેતા. જો સૂચિ ઠીક ન હોય તો તે બનાવતા, પોથીઓને નવાં મજબૂત બંધનોથી બાંધતા, ક્રમવાર ડાબડામાં ગોઠવતા; એટલું જ નહિ પણ જ્યાં ગ્રંથોે રાખવા માટે કબાટ કે એવી બીજી સારી સગવડ ન હોય ત્યાં તે તૈયાર કરાવતા. એ રીતે ત્યાંના ભંડારને વ્યવસ્થિત અને ટકાઉ બનાવતા. પુસ્તકસૂચિ પ્રસિદ્ધ કરતા. આની સાથે તેઓશ્રીએ ભંડારમાંથી મળી આવતા નાનામોટા બધા જ ગ્રંથોની નવી લિખિત નકલો કરાવી તેનો એક પૂર્ણ અને ઉપયોગી સંગ્રહ કર્યો છે, જે આજે વડોદરામાં વિદ્યમાન છે અને ગમે તે વિદ્વાનનું મસ્તક નમાવવા માટે બસ છે. આ જ કામના અંગ તરીકે જે બીજાં કેટલાંક કામ છે, તેમાં પણ મુનિશ્રી સતત રોકાયેલા રહેતા. કાગળ અને તાડપત્રની જૂનામાં જૂની લિપિઓ ગમે તેવી જટિલ, ઘસાયેલી કે છેક જ ભૂંસાયેલી હોય તેને વાંચવી એ કામ સાહિત્યોદ્ધારનું પ્રથમ અંગ છે. એ જ રીતે નકલો કરવાનું અને સુંદરતમ અક્ષરોમાં યોગ્ય રીતે પ્રેસકોપી કરવાનું કામ પણ વિદ્વાન માટે એટલું જ આવશ્યક છે. મુનિશ્રીએ એ બંને કળાઓ અસાધારણ રીતે સાધેલી. તેઓ જિજ્ઞાસુ અને ધંધાર્થી શિખાઉને પણ આ વસ્તુ શીખવતા. તેમના હાથે પ્રતિવાચન અને સુંદર લેખનનું કામ શીખેલ કેટલાયે સાધુ અને ગૃહસ્થો આજે કાં તો ઐતિહાસિક સેવાના ક્ષેત્રમાં રોકાયેલા છે અથવા તો નિર્વાહ અર્થે એ કળાનો ઘેર બેઠે સરસ ઉપયોગ કરી રહ્યા છે. [‘અર્ઘ્ય’ પુસ્તક: ૨૦૦૪]