સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/ત્યારે કરીશું શું?

From Ekatra Wiki
Revision as of 06:28, 9 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} તોલ્સતોયેઆપ્રશ્નફરીફરીપૂછયોહતો : “ત્યારેઆપણેકરીશુંશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          તોલ્સતોયેઆપ્રશ્નફરીફરીપૂછયોહતો : “ત્યારેઆપણેકરીશુંશું?” જેવિચારપૂર્વકજીવેછે, તેનેતોઆપ્રશ્નથવાનોજ. ‘સંપૂર્ણક્રાંતિ’ શબ્દઆપણનેજયપ્રકાશેઆપ્યોછે. પણએકસંજ્ઞાકાંઈતિલસ્માતીકામઆપીશકેનહીં. એમાંપ્રાણપૂરવાનુંકામલોકહિતૈષીકાર્યકરોનુંછે. તોક્યાંછેએલોકહિતૈષીકાર્યકરો? મોટાભાગનાયુવાનોનીશક્તિઆજેવેડફાઈરહીછે. દેશનીસમસ્યાઓથીબેખબર, ભાવિપરત્વેઉદાસીન, પ્રજાસાથેનાકશાસંબંધ-તંતુવિનાના, કેવળઘરેડમાંપડીરહેનારા, જીવવાનીપડેલીટેવનીટેકણલાકડીએચાલનારાઆજુવાનોનેઊભાકરીદેનારુંકોઈબળઆજેદેશમાંરહ્યુંછેખરું? વિદ્યાપીઠોનોદેશમાંખાસ્સોઉકરડોથયોછે. એમાંદિશાસૂઝવગરના, પ્રયોગકરવાનીદાનતવગરનાલોકોભેગાથયાછે. વિચારકરવાનીઅનિવાર્યતાત્યાંથીસમજાવીજોઈએ, તેનેબદલેએનાએમાળખામાંરહીનેઅભ્યાસક્રમોઘડયેરાખવા, તંત્રાનેઅટપટુંબનાવીનેવિદ્યાપ્રાપ્તિઆડેઅંતરાયઊભાકરવાઅનેઆખરેબીબાંઢાળશિક્ષણઆપીછૂટવું — આકારણેવચમાંતોઆશાબંધાયેલીકેયુવાનોપોતેજકોઈનવીશિક્ષણવ્યવસ્થાસ્થાપવામાટેનુંઆંદોલનઊભુંકરશે. પણદુર્ભાગ્યેથોડાંછમકલાંસિવાયબીજાકશામાંયુવાનોનેરસનહોતો. આટલીબધીવિદ્યાપીઠોછતાંયુવાનોનોમોટોવર્ગહજીતોઉચ્ચશિક્ષણપામીજશકતોનથી. વળીઆશિક્ષણએવાવર્ગમાંપહોંચેછે, જ્યાંથીએનુંપ્રસરણસમાજનાઅન્યસ્તરોસુધીથતુંનથીઅનેવિદ્યાપીઠમાંથીડિગ્રીમેળવ્યાછતાંજ્ઞાનપ્રાપ્તિનીપ્રક્રિયામાંથીપસારનથનારોએવોનવોડિગ્રીધારીઅશિક્ષિતવર્ગઊભોથતોજાયછે. જેનેજ્ઞાનનીજરૂરનહોય, જ્ઞાનપામવામાટેનીમાનસિકસજ્જતાજેનામાંનહોય, તેમનીપાછળસમાજધનઅનેશ્રમવેડફતોરહેછે. તોયુવાનો, આખરેકરેછેશું? જવાબદારીનાભાનવિનાનોથોડોગાળોવિદ્યાપીઠોમાંસુખપૂર્વકગાળવામાટેઆવેછે. એમનાઅભ્યાસદરમ્યાનકશીવિચારસરણીએકેળવતાનથી, જીવનાભિમુખપણથઈશકતાનથી. જ્ઞાનપ્રાપ્તિનીકંટાળાભરેલીપ્રક્રિયામાંથીબહારનીકળીજઈનેકૃત્રામઉત્તેજનામાંસુખશોધવાનોમરણિયોપ્રયત્નએકરેછે. પછીઆપરિસ્થિતિએમનેકોઠેપડીજાયછેઅનેએકવિષચક્રમાંએપૂરેપૂરાફસાઈજાયછે. આજગાળામાંકેટલીકરાજકીયપ્રવૃત્તિઓએમનુંધ્યાનખેંચેછે. થોડાકઉદ્દામવાદીવિચારણાતરફવળીનેઅરાજકતાલાવવાનાહિંસકઉપાયોવિશેવિચારવામાંડેછે. એવિચારવાનુંપૂરુંનથયુંહોયત્યાંતોએવિદ્યાપીઠનીબહારફેંકાઈજાયછે. પછીએમનેમાટેતૈયારરહેલાવ્યવસાયનાચોકઠામાંએબંધબેસતાથઈજાયછે. પછીતોક્રાંતિનીવાતોકરવાનીપણફુરસદરહેતીનથી. થોડાકજુવાનોધર્માચાર્યોતરફવળેછે. મોટેભાગેજીવનસંઘર્ષટાળવાનીએએકતદબીરજહોયછે. કેટલાકનેસર્વોદયનીપ્રાપ્તિઆકર્ષેછે. થોડાવખતપૂરતોએશોખપૂરોકરીનેપાછાએનાએરેઢિયાળમાર્ગેતેઓપાછાવળીજાયછે. કશુંજજાણેઊંડાંમૂળનાખતુંનથી. રાષ્ટ્રહિતનીકશીપ્રવૃત્તિનેસંગીનભૂમિકાપ્રાપ્તથતીનથી. યુવાશક્તિનોસ્રોતવિપથગામીબનીનેએનાથીદૂરવહીનેવેડફાઈજાયછે. રૂઢવિચારોનીપકડઆપણાઉપરઘણીછે. સહીસલામતીઅનેપશુસુખનીમાયાઘણીછે. જેકશુંસાહસપૂર્વકકરવાનુંઆવે, તેમાંથીગણતરીપૂર્વકપીછેહઠકરીજવાનુંવલણદેખાયછે. રાજકારણનુંવાતાવરણયુવાનોમાંઅનિષ્ટપ્રકારનીમહત્ત્વાકાંક્ષાઓબહેકાવેછે. ઊંડીજ્ઞાનનિષ્ઠા, માનવતાકેભાવિનુંનિર્માણકરવાનોઉત્સાહહવેદેખાતાંનથી. આનેપરિણામે, અંતરાત્માવિનાનો, કશાપણચિંતનથીદૂરભાગનારો, કોઈપણસરમુખત્યારનીકદમબોસીકરવાતત્પર, સાંકડાસ્વાર્થનીસિદ્ધિમાંજરચ્યોપચ્યો, જીવનપ્રત્યેઉદાસીનએવોવર્ગવધતોજાયછે. આવર્ગનેમાટેઆપણીસાંસ્કૃતિકસિદ્ધિઓ, આપણાચિંતકોએવારસામાંઆપેલીસૂક્ષ્મવિચારણાઓ — આબધાંનુંકશુંમૂલ્યજરહેતુંનથી. માનવસંબંધોનીકોઈદૃઢભૂમિકાનથી. સંસ્થાઓનાંચોકઠાંઓમાંમાનવીસલામતીશોધતોભરાઈજાયછે. વિદ્રોહનીપરિસ્થિતિઊભીથઈહોવાછતાંએકાર્યઉપાડીલેનારુંકોઈરહ્યુંનથી. પ્રવાહપતિતનીદશામાંમોટોજનસમૂહતણાતોજાયછે. [‘જનસત્તા’ દૈનિક :૧૯૭૮]