સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સેસિલ જોસેફ/રજા પર ન હોઈએ ત્યારે —


ભારતમાં આપણે વધારે પડતી રજાઓ ભોગવીએ છીએ, એવી ફરિયાદ ઘણી વાર થતી હોય છે. પરંતુ મૂળ વાંધો વધારે રજા ભોગવવાનો છે તેના કરતાં, રજા પર ન હોઈએ ત્યારે કામ સાવ ઓછું કરવા વિશેનો છે. મોટા ભાગની સરકારી કચેરીઓમાં ચાપાણી ને બીડી-સિગારેટ પીવામાં સારી પેઠે સમય વેડફાતો હોય છે. દરેક ઓફિસની અલગ કેન્ટીન હોય છે ને ઓફિસના કામના કલાકો દરમિયાન પણ તે ભરચક જ રહેતી હોય છે. ઉપરાંત ઓફિસની અંદર ચાના કપની ચોમેર સતત હેરફેર થયા જ કરતી હોય છે.